* મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મોત્સવ-ગાંધી જયંતિની ઉજવણી કરવાનું અાયોજન મંગળવાર ૬, અોકટોબર ૨૦૧૫, સાંજે ૬ થી ૧૦ સુધી કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો HA3 8LUખાતે કરવામાં અાવ્યું છે. સંસ્થાના પ્રમુખ અને કમિટીના સભ્યો અાપને સહપરિવાર, મિત્રમંડળ સહિત સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. શાકાહારી ભોજન ૬થી ૭.૩૦ દરમિયાન પીરસાશે. ગાંધીબાપુને પ્રિય પ્રાર્થના, ભક્તિગીત-સંગીત કિરીટ વાકાણી અને મરીના ગ્રુપ રજૂ કરશે. સંપર્ક: ભાનુ પંડ્યા 020 8427 3413; 07931 708 026અને નીતિબેન ઘીવાલા 020 8429 1608; 07930 283 991 અને ઇલાબેન પંડ્યા 020 8428 7709.
* શ્રી સનાતન મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, ૮૪ વેમથ સ્ટ્રીટ, અોફ કેથેરાઇન સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે રવિવાર તા. ૪-૧૦-૧૫થી શનિવાર તા. ૧૦-૧૦-૧૫ના રોજ બપોરે ૩-૩૦થી સાંજના ૭ દરમિયાન સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ આચાર્યશ્રી અરવિંદભાઇ પાઠક આપશે. શનિવારના રોજ કથાનો સમય સવારના ૧૦-૩૦થી રહેશે. કથા બાદ પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 0116 266 1402.
* ફ્રેન્ડ્ઝ અોફ અરૂષાનું છઠ્ઠુ સ્નેહસંમેલન રવિવાર તા. ૪-૧૦-૧૫ના રોજ સવારે ૧૧થી સાંજના ૬ દરમિયાન સત્તાવીશ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી, HA9 9PE ખાતે રાખવામાં આવ્યું છે. સંપર્ક: ધીરૂભાઇ શાહ 07875 068 756.
* અોડ ગામ યુનિયન યુકેની એજીએમ રવિવાર તા. ૪-૧૦-૨૦૧૫ના રોજ સાંજે ૪-૩૦ કલાકે બ્રોડફિલ્ડ કંટ્રી ક્લબ (મુંબઇ ગાર્ડન્સ), હેડસ્ટોન લેન, પીનર HA2 6LY ખાતે રાખવામાં આવી છે. સંપર્ક: રાજેન્દ્ર પટેલ 07908 212 095.
* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૩-૧૦-૧૫ શનિવારના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા અને આરતી તેમજ તે પછી સાંજે ૪થી ૬ ભજન સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* કાર્ડીફ સનાતન ધર્મ મંદિર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૪-૧૦-૧૫થી તા. ૧૦-૧૦-૧૫ દરમિયાન રોજ સાંજે ૪થી ૭ દરમિયાન (વિકએન્ડ – ૩થી ૬) શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન નિત્યાનંદ મેહતા કરાવશે. સંપર્ક: વિમળાબેન પટેલ 07979 155 320.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૪-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર પુરુષોત્તમભાઇ શેરવાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* સોજીત્રા સમાજ દ્વારા ૪૩મા વાર્ષિક સ્નેહ સંમેલનનું આયોજન તા. ૧૧-૧૦-૧૫ના રોજ સાંજે ૪થી ૧૦ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. મિલન, ચુંટણી, નૃત્ય સંગીત, મહેફીલ અને ભોજનનો લાભ મળશે. ગામની તમામ પરિણિત બહેન દિકરીઅો સહિત સર્વને સપિરવાર પધારવા નિમંત્રણ છે. સંપર્ક: લલિતભાઇ પંડ્યા 020 8399 2498 / ધીરુભાઇ પટેલ 020 8903 0705.
* હરીઅોમ હોલીડેઝ દ્વારા દિવાળી ડીનર એન્ડ ડાન્સ સેલિબ્રેશન ૨૦૧૫નું આયોજન સનલોંજ બેન્કવેટીંગ, ૧ એટલીપ સેન્ટર, એતલીપ રોડ, વેમ્બલી HA0 4LU ખાતે તા. ૧૧-૧૦-૧૫ના રોજ બપોરે ૨-૩૦થી કરવામાં આવ્યું છે. સાંજે ૫-૩૦થી ડીનર એન્ડ ડાન્સ મનોરંજન કાર્યક્રમનો લાભ મળશે. સંપર્ક: 020 8452 0350.
* ધ હેબર્ડેશર્સ આસ્ક્સ બોઇઝ સ્કૂલ, બટરફ્લાય લેન, એલસ્ટ્રી WD6 3AFના અોપન ડેનું આયોજન તા. ૩-૧૦-૧૫ના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન કરવામાં આવ્યું છે. આઉટસ્ટેન્ડીંગ ઇન્ડીપેન્ડન્ટ બોઇઝ સ્કૂલમાં ૫થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઅોને પ્રવેશ અપાશે. સંપર્ક: 020 8266 1700.
* ચંદુ ટેયલર એન્ડ સન્સ દ્વારા ૨૦મા વાર્ષિક શ્રધ્ધાંજલિ ભજનનું આયોજન રવિવાર તા. ૧૧-૧૦-૧૫ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન હેરો, HA3 9TE ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભક્તિ સંગીત, આરતી અને છેલ્લે હળવો નાસ્તો તેમજ પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8361 6151.
* એશિયન ફ્યુનરલ ડાયરેક્ટર્સ દ્વારા '૧૦મા હિન્દુ સર્વિસ અોફ રીમેમ્બરન્સ'નું આયોજન રવિવાર તા. ૧૧-૧૦-૧૫ના રોજ બપોરે ૨-૪૫થી આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેન્લી એવન્યુ, વેમ્બલી HA0 4JE ખાતે કરવામાં આવ્યું છે. ભજન કિર્તન બાપા સિતારામ ભજન મંડળ યુકેના કલાકારો રજૂ કરશે. છેલ્લે આરતી અને હળવા નાસ્તાનો લાભ મળશે. સંપર્ક: 020 8900 9252.