સંસ્થા સમાચાર - અંક ૨૨ ઓગસ્ટ ૨૦૨૦

Wednesday 19th August 2020 07:22 EDT
 

 

• નહેરૂ સેન્ટર, લંડનસહર્ષ યોજે છે, વાર્તાલાપ, શુક્રવાર તા.૨૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ બપોરના ૧૨ વાગે.

વિષય: ઘર્ષણોનો ઉદય કેમ થાય છે : મહાભારતના પાનેથી..

વક્તા: જાણીતા કલાકાર, દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીન રાઇટર, ભારતીય લોકસભાના પૂર્વ સભ્ય શ્રી નીતીશ ભારદ્વાજ .

આપ એમાં ભાગ લેવા ઇચ્છતા હો તો ઇમેઇલ કરો : officeassistance@nehrucentre,org.uk

અથવા ફેસબુક પર પણ આ કાર્યક્રમ જોઇ શકો છો. http://www.facebook.com/nehrucentrelondon

• લંડનસ્થિત આર્ટ ગેલેરી Art-Ma દ્વારા ઈટાલીયન આર્ટિસ્ટ ગીયામ્પાઓલો ટોમાસેટ્ટીના વર્ચ્યુઅલ એક્ઝિબિશન ‘મહાભારત કલેક્શન’નું આયોજન કરાયું છે. મહાભારત પર આધારિત આ એક્ઝિબિશન www.art-ma.com/press/mahabharatavr

પર નિહાળી શકાશે. તેમાં ૨૫ અદભૂત આર્ટવર્ક રજૂ કરાયા છે. આ વર્ચ્યુઅલ ગેલેરીની રચના શેફિલ્ડ હેલામ યુનિવર્સિટીના મીડિયા, આર્ટ્સ અને કોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટના સહયોગથી કરાયું છે. મુલાકાતીઓ આ એક્ઝિબિશન મોબાઈલ, ટેબલેટ્સ અને ડેસ્કટોપ્સ પર નિહાળી શકશે.

વધુ માહિતી માટે સંપર્ક. રીના પોપટ - 07956 492 226 ઈમેલ - [email protected]

• કેલીફોર્નીઆ યુનિવર્સિટીમાં '' જૈન સ્ટડીઝ ચેર"મળ્યાની વર્ચ્યુઅલ ઉજવણી

જૈનો વસ્તીમાં જૂજ છે પરંતુ એમની સર્વક્ષેત્રીય સિધ્ધિ ગણના પાત્ર છે. શૈક્ષણિક, રાજકીય, ઇન્ડસ્ટ્રીયલ, પ્રોફેશ્નલ, વ્યવસાયિક આદી ક્ષેત્રો સહિત ઉદારમના દાતાઓ તરીકે પણ નામના ધરાવે છે. ભારત પછી સૌથી વધુ જૈનોની વસ્તી યુ.એસ.એ.માં છે.

કેલીફોર્નીઆ સ્ટેટ યુનિવર્સિટી ઇન લોંગ બીચ (CSULB) એ જૈન સ્ટડીઝ માટે એક ચેરની જાહેરાત કરી છે. લોસ એન્જલસના ઉદાર દાતા દંપતિ શ્રીમતી રક્ષાબહેન અને શ્રી હર્ષદભાઇ શાહ તથા ડો.મીનાબહેન અને ડો. જશવંતભાઇ મોદી તરફથી ૧ મિલિયન ડોલરની પ્લેજ અને મદદ મળતાં "ભગવાન સુવિધિનાથ"ચેર ફાળવાઇ છે.

ગુરૂવાર ૨૭ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ PST સ્થાનિક સમય અનુસાર સાંજના ૪ થી ૫ આ ચેરની વર્ચ્યુઅલ ઉજવણી થશે.

CSULB શૈક્ષણિક પરંપરા માટે સુવિખ્યાત છે. એની આર્ટસ ફેકલ્ટી શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવે છે. જેમાં વિવિધ ભૂમિકા ધરાવતા વિધાર્થીઓ શિક્ષણ ઉપાર્જન માટે આવે છે. રાષ્ટ્રીય સ્તરના અગ્રણી અખબારોમાં આવતા શ્રેષ્ઠ કોલેજોના લીસ્ટમાં આ યુનિવર્સિટીની નામના છે.

CSULB કોલેજ ઓફ લીબરલ આર્ટસના પ્રેસિડેન્ટ જેન કોનોલી, ડીન ડેવિડ વોલેસ અને ચેર ઓફ રીલીજીયસ સ્ટડીઝના પ્રોફેસર સોફિયા પંડ્યાએ આ ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે. The Zoom link is below.

No need to pre-register, just join in https://csulb.zoom.us/j/93592965958 એનો Meeting ID 935 9296 5958 છે.

વધુ વિગત માટે સંપર્ક: ડો. સુલેખા જૈન. લાસ વેગાસ, નવેડા, યુ.એસ.એ. ફોન: 832 594 8005


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter