• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ૧૧૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના કાર્યક્રમો - તા.૧૧.૧૧.૨૦ને બુધવારે રમા એકાદશી - સાંજે ૭ સંધ્યા આરતી અને કિર્તન ભજન – તા.૧૨ ગુરુવાર ધનતેરસ – સાંજે ૬.૩૦ ધનપૂજન અને આરતી - તા.૧૪ શનિવાર દિવાળી - સવારે ૭.૩૦ શણગાર આરતી, સાંજે ૫.૩૦ લક્ષ્મી (ચોપડા) પૂજન, સાંજે ૭ સંધ્યા આરતી – તા.૧૫ રવિવાર હિંદુ નૂતન વર્ષ અને અન્નકૂટ – સવારે ૮ વાગે પૂ.મહંત સ્વામી મહારાજની પૂજાના દર્શન, સવારે ૯ અન્નકૂટ મહાપૂજા, સવારે ૧૧ અન્નકૂટ થાળ અને ગોવર્ધન પૂજા, સવારે ૧૧.૪૫ અન્નકૂટ આરતી, સવારે ૧૧.૫૦ અન્નકૂટ આશીર્વચન અને સંબોધન, સાંજે ૬.૪૫ અભિષેક, સાંજે ૭ સંધ્યા આરતી, સાંજે ૭.૨૦ અન્નકૂટ ઉત્સવ સભા અને સાંજે ૮ વાગે શયન આરતી થશે. દર્શન તથા કાર્યક્રમોનું neasdentemple.org પર પ્રસારણ થશે. સંપર્ક. 020 8965 2651.
• શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન, ૨૨૦-૨૩૨, વિલ્સડન લેન લંડન NW2 5RG ખાતે દર્શનનો સમય દરરોજ સવારે ૭થી ૯ અને સાંજે ૭થી ૮(સોમથી શુક્ર) તથા સાંજે ૪થી ૬ (શનિ અને રવિ) રહેશે. દિવાળીના કાર્યક્રમો - તા.૧૩.૧૧.૨૦ શુક્રવાર સાંજે ૬.૩૦થી ૭ શ્રી હનુમાનજીનું પૂજન (ઓનલાઈન જોડાવું), તા.૧૪ શનિવાર સાંજે ૬.૩૦થી ૭ લક્ષ્મી પૂજન તેમજ ચોપડા પૂજન (ઓનલાઈન જોડાવું) તથા તા.૧૫ રવિવાર નૂતન વર્ષ અને અન્નકૂટ ઉત્સવ(આ દિવસે મંદિર દર્શન માટે બંધ રહેશે અને સત્સંગીઓ આરતી તેમજ અન્નકુટ દર્શનનો લાભ ઓનલાઇન લઈ શકશે). વેબસાઈટ - www.sstw.org.uk/live
સંપર્ક – 020 8459 4506