સંસ્થા સમાચાર - અંક ૧૪ નવેમ્બર ૨૦૨૦

Tuesday 10th November 2020 15:05 EST
 

ચિન્મય મિશન – દીપાવલી ઉત્સવ

ચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે ૧૩મી નવેમ્બરે ધનતેરસથી દીપાવલીના ઉત્સવની શરૂઆત થશે. વહેલી સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ધન્વંતરી હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. આ પૂજાવિધિનું જીવંત પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પર કરવામાં આવશે જેથી લોકો આ પૂજાવિધિની સાથે સાથે ઘરમાં રહીને પોતાનાં ધનલક્ષ્મીની પૂજા કરવાનો લાભ લઈ શકે. ૧૬મી શરૂ થતા નૂતન વર્ષ નિમિત્તે સવારે સાડા છ વાગ્યાથી શ્રીકૃષ્ણ ભગવાનને અભિષેક અને નવા અલંકારો અર્પણ કરવામાં આવશે. તે સાથે જ સંસ્થાના અમદાવાદ ખાતેના સ્વામી અવ્યયાનંદજીની વર્ચ્યુઅલ શુભેચ્છા મુલાકાત લઈ શકાશે. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે સંસ્થાના બધા જ કાર્યક્રમોને ફેસબુક પેજ https://www.facebook.com/cmahmedabad/ પર જીવંત પ્રસારિત કરવામાં આવશે.

સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ યુકે દ્વારા દિવાળીના પર્વની ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉજવણી કરવામાં આવશે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે પૂ. હરિનિવાસ સ્વામી પૂજાવિધી કરશે અને સૌએ તે મુજબ ઘરેથી પૂજા કરવાની રહેશે. દિવાળીના કાર્યક્રમો - તા.૧૪ શનિવાર હનુમાનજી પૂજન સાંજે ૫થી ૫.૩૦ (ઘરેથી ઓનલાઈન), લક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન સાંજે ૫.૩૦થી ૬.૩૦ (ઘરેથી ઓનલાઈન), દીપોત્સવ કિર્તન ભક્તિ સાંજે ૬.૩૦થી ૭.૩૦ (ગુરુકુળથી ઓનલાઈન) – તા.૧૫ રવિવાર અન્નકૂટ - નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સાંજે ૫થી ઓનલાઈન, અન્નકૂટ કથા સાંજે ૬.૧૫થી ઓનલાઈન પૂ. હરિનિવાસ સ્વામી, ગુરુ મહારાજ આશીર્વાદ, અન્નકૂટ આરતી સાંજે ૭ ગુરુકુળ, ઓનલાઈન – સંપર્ક - 07979 577261, 07957 949885

શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી, ૨૧, કિંગ્સબરી રોડ, કિંગ્સબરી, લંડન NW9 8AQ ખાતે દિવાળીના કાર્યક્રમો - તા. ૧૩.૧૧.૨૦ શુક્રવાર ધનતેરસ સાંજે ૭થી ૮ ( ઓનલાઈન દર્શન) – તા.૧૪ શનિવાર દિવાળી - કાળી ચૌદશ સાંજે ૭થી ૮.૩૦ ( ઓનલાઈન દર્શન) – તા.૧૫ અન્નકુટોત્સવ – સદગુરુદિન રવિવાર સવારે ૭.૪૫થી ૧૦ ( ઓનલાઈન દર્શન) સંપર્ક. 020 8200 1991

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ૧૧૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના કાર્યક્રમો - તા.૧૨ ગુરુવાર ધનતેરસ – સાંજે ૬.૩૦ ધનપૂજન અને આરતી - તા.૧૪ શનિવાર દિવાળી - સવારે ૭.૩૦ શણગાર આરતી, સાંજે ૫.૩૦ લક્ષ્મી (ચોપડા) પૂજન, સાંજે ૭ સંધ્યા આરતી – તા.૧૫ રવિવાર હિંદુ નૂતન વર્ષ અને અન્નકૂટ – સવારે ૮ વાગે પૂ.મહંત સ્વામી મહારાજની પૂજાના દર્શન, સવારે ૯ અન્નકૂટ મહાપૂજા, સવારે ૧૧ અન્નકૂટ થાળ અને ગોવર્ધન પૂજા, સવારે ૧૧.૪૫ અન્નકૂટ આરતી, સવારે ૧૧.૫૦ અન્નકૂટ આશીર્વચન અને સંબોધન, સાંજે ૬.૪૫ અભિષેક, સાંજે ૭ સંધ્યા આરતી, સાંજે ૭.૨૦ અન્નકૂટ ઉત્સવ સભા અને સાંજે ૮ વાગે શયન આરતી થશે. દર્શન તથા કાર્યક્રમોનું neasdentemple.org પર પ્રસારણ થશે. સંપર્ક. 020 8965 2651.

શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન, ૨૨૦-૨૩૨, વિલ્સડન લેન લંડન NW2 5RG ખાતે દર્શનનો સમય દરરોજ સવારે ૭થી ૯ અને સાંજે ૭થી ૮(સોમથી શુક્ર) તથા સાંજે ૪થી ૬ (શનિ અને રવિ) રહેશે. દિવાળીના કાર્યક્રમો - તા.૧૩.૧૧.૨૦ શુક્રવાર સાંજે ૬.૩૦થી ૭ શ્રી હનુમાનજીનું પૂજન (ઓનલાઈન જોડાવું), તા.૧૪ શનિવાર સાંજે ૬.૩૦થી ૭ લક્ષ્મી પૂજન તેમજ ચોપડા પૂજન (ઓનલાઈન જોડાવું) તથા તા.૧૫ રવિવાર નૂતન વર્ષ અને અન્નકૂટ ઉત્સવ(આ દિવસે મંદિર દર્શન માટે બંધ રહેશે અને સત્સંગીઓ આરતી તેમજ અન્નકુટ દર્શનનો લાભ ઓનલાઇન લઈ શકશે). વેબસાઈટ - www.sstw.org.uk/live સંપર્ક – 020 8459 4506

• VHP ઈલ્ફર્ડ દ્વારા દાન માટે અપીલ - યુકે સરકાર દ્વારા તા.૫.૧૧.૨૦થી અમલી લોકડાઉનને લીધે બીજી સૂચના ન મળે ત્યાં સુધી મંદિર બંધ રહેશે. જોકે, મંદિરમાં આરતી અને ભોગ નિત્યક્રમ મુજબ ચાલુ છે. હાલના કપરા સમયમાં સૌને આગળ આવવા અને ઉદાર હાથે દાન આપવા VHP ઈલ્ફર્ડની સૌને અપીલ છે. આપ બેંક ઓફ બરોડા ઈલ્ફર્ડ દ્વારા ઓનલાઈન ડોનેશન કરી શકો છો. જેનો Act No - 91002404, Sort Code 60-95-80 છે. આપ VHP Ilford 43 Cleveland Road, Ilford, IG1 1EEને ચેક દ્વારા પણ દાન આપી શકો છો.

સંપર્ક. 020 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter