સંસ્થા સમાચાર

Wednesday 09th December 2020 06:57 EST
 

સંસ્થા સમાચાર

• ડોચિત્રા રામકૃષ્ણન દ્વારા શુક્રવાર તા.૧૧.૧૨.૨૦ અને શનિવાર તા.૧૨.૧૨.૨૦ના રોજ ‘ઈમ્પેક્ટ ઓફ મ્યુઝિક એન્ડ યોગ ફોર પોઝિટીવ મેન્ટલ હેલ્થ એન્ડ વીલબીઈંગ’ વિષય પર વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સનું વર્ચ્યુઅલ આયોજન કરાયું છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી અમીષ ત્રિપાઠી, મિનિસ્ટર (કલ્ચર), ઈન્ડિયન હાઈ કમિશન, યુકે છે.

સંપર્ક. [email protected] - www.worldmusicconference.co.uk

ચિન્મય મિશનનો ગ્લોબલ ઑનલાઇન ઉત્સવ : તપો ગીતા જયંતી ફેસ્ટ

માગશર સુદ એકાદશી એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીને આ વર્ષે ચિન્મય મિશન દ્વારા ૫ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી ૨૧ દિવસના તપો ગીતા જયંતી ગ્લોબલ ઑનલાઇન ફેસ્ટ તરીકે ઊજવણી થઈ રહી છે. જેમાં દરરોજ સાંજે ૭.૧૫થી ૮.૦૦ દરમિયાન ગીતાના એક અધ્યાયનું ગાન અને સ્વામી દ્વારા તેના પર પ્રવચન - દરરોજ સવારે ૧૧.૩૦થી ૧૨.૦૦ સુધી ભારતીય પ્રાદેશિક ભાષા અને વિદેશી ભાષાઓ મળીને કુલ ૧૮ ભાષામાં ગીતાપ્રવચન - ૨૫ ડિસેમ્બરે ગીતા જયંતી – તપોવન જયંતીએ સવારે ૮.૩૦થી ૧૦ સુધી ઉત્તરકાશીમાં આવેલાં તપોવનકુટિ સ્થાનનાં વર્ચ્યુઅલ દર્શન - શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં ૧૦૮ નામનો જપ અને ગીતાજીની આરતી કરાશે. સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ સ્વામી તેજોમયાનંદજી અને હાલના પ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજી આ પ્રસંગે ખાસ આશીર્વચન આપશે. આ ઉત્સવનું યુ-ટ્યુબ દ્વારા ચિન્મય ચેનલ પર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

વધુ માહિતી માટે વેબસાઈટઃ ahmedabad.chinmayamission.com


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter