સંસ્થા સમાચાર

Tuesday 23rd February 2021 15:07 EST
 

ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી / વનજૈન  પ્રસ્તુત કરે છે. સેન્સસ - વસતિ ગણતરી વિષે અને કોવિડની માહિતી, ધર્મસ્થાનો વિષે તથા બાળકો માટેની જે હરીફાઈ રાખવામાં આવી છે તેના ઈનામના વિતરણનો એક સુંદર અને ભાતીગળ કાર્યક્રમ શનિવાર તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ  ૪ થી ૫.૧૫ વાગ્યે. આ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહિ. વધુ માહિતી માટે   www.jainology.orgપર લિંક મળશે.  ફોન નંબર 07966006261

• ‘સંસ્કારવાહિની’ હેઠળ Zoomપર ૨૮ ફેબ્રુઆરીએ પરંપરાગત લોકસાહિત્યનો કાર્યક્રમ 

‘ગુજરાત સમાચાર, Asian Voice, ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન અને NCGOના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'સંસ્કારવાહિની'માં તા.૨૮ ફેબ્રુઆરી, રવિવારે બપોરે ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન આપ પરંપરાગત લોકગીતો, ભજનો, ગીત-ગઝલ અને લોકસાહિત્યને રજૂ કરતો લાઇવ કાર્યક્રમ Zoomપર માણી શકશો. જેમાં ભાવનગરના જાણીતા લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવીના પુત્ર બ્રીજરાજ ગઢવી, રાજુ ગોહિલ અને એમનું સંગીતગૃપ પરંપરાગત લોકગીતોનું Zoomપર લાઇવ પ્રસારણ કરશે. નીચે આપેલી લિંક સાથે આપ Zoomમાં જોડાઇ શકશો. Please use this Zoom link- 881 2194 2002; passcode: 756191


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter