સંસ્થા સમાચાર

Wednesday 14th April 2021 03:34 EDT
 
ચિન્મય મિશન દ્વારા ચૈત્રી નવરાત્રીમાં ગ્લોબલ ઑનલાઇન રામાયણગાથા અને રામચરિતમાનસ પારાયણકોરોનાએ ફરી રાક્ષસી રૂપ લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઈશ્વરસ્મરણ જ આ કપરા સમયમાં મનને શાંતિ આપી શકે છે અને મહામારી સામે સાચી રીતે લડવાની હિંમત આપી શકે છે એવા ઉદ્દેશ સાથે ચિન્મય મિશન દ્વારા રામાયણગાથાનો ગ્લોબલ ઑનલાઇન જ્ઞાનયજ્ઞ યોજવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રીમાં શક્તિઆરાધનાસાથે શ્રીરામની ઉપાસનાનો અનોખો મહિમા છે. તેને ધ્યાનમાં રાખીને ૧૩મી એપ્રિલથી શરૂથઈ રહેલાં નવરાત્રીમાં નવ દિવસ સુધી દરરોજ સાંજે ૭.૧૫થી ૮.૦૦ વાગ્યા સુધી સંસ્થાનાવિશ્વપ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજી "રામાયણની અંતરગાથા" વિષય પર પ્રવચન આપશે. આ કાર્યક્રમનું http://www.youtube.com/ChinmayaChannel પર પ્રસારણ કરવામાં આવશે જેથી વિશ્વસ્તરે લોકો આ જ્ઞાનયજ્ઞમાં જોડાઈ શકે અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના આદર્શો આજેય એટલા જપ્રસ્તુત છે તે જાણીને જીવનમાં તેનો અમલ કરી શકે. સાથોસાથ અમદાવાદ કેન્દ્ર દ્વારા “ઘર ઘરમાં રામચરિતમાનસ પારાયણ” એવા સંદેશ સાથે લોકોને ઘરમાં રહીને રામચરિતમાનસનું પારાયણ કરવાની અપીલ કરવામાં આવી છે. પરમધામ ખાતે નવ દિવસ સુધી સવારે ૭ વાગ્યાથી સંત તુલસીદાસજી રચિત શ્રીરામચરિતમાનસના બાલકાંડનું પારાયણ કરવામાં આવશે જેનું cmahmedabad ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે જેથી સૌ ઘરે રહીને સિયારામજીની આરાધના કરી શકે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter