સંસ્થા સમાચાર..

Wednesday 21st April 2021 05:54 EDT
 

* ગુજરાતી કલ્ચરલ સોસાયટી બ્રાયટન અને અજંતા આર્ટસ દ્વારા ઓનલાઈન શ્રધ્ધાંજલિ ભજન કાર્યક્રમઃ ગુજરાતી કલ્ચરલ સોસાયટી બ્રાયટન અને અજંતા આર્ટસ તા.૨૫ એપ્રિલ, રવિવારે બપોરે ૩.૦૦ વાગ્યે આપને શ્રધ્ધાંજલિ ભજન કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રિત કરે છે.જૂનાગઢ સ્થિત શ્રી ભારતીબાપુ તથા શ્રી ગૌતમકુમારના સ્મરણાર્થે ભાવાંજલિ ખીમદાસ બાપુ, જેઠવા પરિવાર, ધીરૂભાઇ ગઢવી (બ્રાયટન) તથા યુ.કે.ના ભજનિકો ભજનો રજૂ કરશે. આ પ્રસંગે અતિથિવિશેષ સી.બી. પટેલ (ગુજરાત સમાચાર), વિમલજીભાઇ ઓડેદરા (NCGO પ્રમુખ) તથા જૂનાગઢથી હરિહરનંદ બાપુ કાર્યક્રમમાં ભાગ લેશે.

https://us02web.zoom.us/j/86982283096 Meeting ID: 869 8228 3096

* VHPઈલ્ફર્ડ હિંદુ મંદિર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE માત્ર રામનવમીએ તા.૨૧.૪.૨૦૨૧ ને બુધવારે સવારે ૧૧ થી બપોરે ૧૨.૩૦ દરમિયાન માત્ર દર્શન માટે ખૂલ્લું રહેશે. સૌ દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક વિના કોઈને પ્રવેશ મળશે નહીં.

સંપર્ક. 020 8553 5471

* NHS કોવિડ વેક્સિનેશન બસની સુવિધાઃ VHP શિવાજી હોલ એન્ટ્રન્સ અને ઈલ્ફર્ડ ઈસ્લામિક સોસાયટી બહાર આલ્બર્ટ રોડ પર તા.૨૨.૦૪.૨૧ને ગુરુવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૯.૧૫ દરમિયાન NHS કોવિડ વેક્સિનેશન બસ ઉભી રહેશે. ૪૫થી વધુ વયના લોકો અને બીજા ડોઝની વેક્સિન અપાશે. માત્ર પ્રિ બુક્ડ અપોઈન્ટમેન્ટ – એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ઉપયોગ કરાશે. વિવિધ ધર્મના તમામ લાયક લોકો લાભ લઈ શકશે.
સંપર્ક. ફ્રી ફોન 0800 0385 929, તમામ ૭ દિવસ સવારે ૮થી રાત્રે ૮
(બીજી સૂચના ન અપાય ત્યાં સુધી મંદિર દરરોજ સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન ખૂલ્લું રહેશે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter