સંસ્થા સમાચાર

Wednesday 14th July 2021 03:01 EDT
 

• તનમનને તરોતાજા કરતો હિન્દી ફિલ્મ ગીતો અને રમૂજની છોળો ઉડાડતો ઝૂમ કાર્યક્રમ - વિખ્યાત કલાકાર મહેશ ગઢવી-નીતુ ગઢવી અને હાસ્ય કલાકાર દિનકર મહેતાને માણો તા.૧૭ જુલાઇ, શનિવારે ૪થી૬ -  NCGO નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, યુકે. અને "ગુજરાત સમાચાર-Asian Voiceના સંયુક્ત ઉપક્રમે તા.૧૭ જુલાઇ શનિવારે બપોરે ૪.૦૦ થી ૬.૦૦ દરમિયાન ગીત-સંગીત અને હાસ્ય (જોક્સ)નો કાર્યક્રમ ઝૂમ ઉપર રાખવામાં આવ્યો છે જેમાં વિખ્યાત બોલીવુડ ગાયક મહેશ ગઢવી અને નીતુ ગઢવી એમના મધુર કંઠે ફિલ્મી ગીતો રજૂ કરશે અને જાણીતા હાસ્યકલાકાર દિનકર મહેતા જોક્સ (રમૂજી ટૂચકા) રજૂ કરી હાસ્યની છોળો ઉડાડશે. એમની સાથે યુ.કે.ના જાણીતા હાસ્ય કલાકાર ભાનુભાઇ પંડ્યા પણ ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે જોડાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે NCGOના ચેરમેન વિમલજીભાઇ ઓડેદરા અને ગુજરાત સમાચાર તથા એશિયન વોઇસના તંત્રી-પ્રકાશક સી.બી પટેલ પ્રસંગોચિત્ત વક્તવ્ય રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઇ ગઢવી (NCGO) અને કોકિલા પટેલ (ગુજરાત સમાચાર) કરશે.

Zoomમાં જોડાવા માટે ID 879 2772 6313 અને Password NCGO સાથે આપ ઝૂમના પ્રોગ્રામમાં જોડાઇ શકશો.

• ધ ભવન, ૪ એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સમર સ્કૂલ ૨૦૨૧નો ૧૨ જુલાઈથી આરંભ થયો છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ચાલનાર સમર સ્કૂલમાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, કૂચીપૂડી જેવા ડાન્સ, કર્ણાટકી વોકલ, હિંદુસ્તાની વોકલ, બેંગાલી મ્યૂઝિક તથા સિતાર, તબલા, મૃદંગ અને કર્ણાટકી વાયોલિન જેવાં મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખવવામાં આવશે. આ ઉપરાંત, હિંદી અને સંસ્કૃત ભાષા પણ શીખવવામાં આવશે. સંપર્ક. 020 7381 4608


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter