ડનઃ સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ભારતના માનવંતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સભ્યો હાઉસ ઓફ લોર્ડ્સના કમિટી રૂમમાં એકત્ર થયા હતા. અહીં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય રજૂ કરાયા હતા અને કેક કાપવામાં આવી હતી.
(તસવીરમાં ડાબેથી) યુનાઈટેડ આસામ એસોસિયેશન યુકે (UAAUK)ના સેક્રેટરી ચિનુ કિશોર, ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ (યુકે)ના મધુરેશ મિશ્રા, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેના કમિટી મેમ્બર હરિશભાઈ જોશી, સોસાયટીના ટ્રેઝરર નિલેશભાઈ રાઠોડ (પાછળ), ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ, રોયલ એર ફોર્સ (RAF)ના કોમ્યુનિટી એન્ગેજમેન્ટ પ્રતિનિધિ શિવ ચંદ (પાછળ), બિઝનેસમેન અને ફીલાન્થ્રોપિસ્ટ મહેશભાઈ પટેલ, સોસાયટીના ચેરમેન લોર્ડ રેમી રેન્જર, સોસાયટીના જનરલ સેક્રેટરી ડો. કૃષ્ણાબહેન પૂજારા, સોસાયટીના સભ્ય હિર્દેશભાઈ ગુપ્તા, બિઝનેસમેન અને ફીલાન્થ્રોપિસ્ટ જયેશભાઈ પટેલ, સોસાયટીના એડવાઈઝર જિતુભાઈ પટેલ, બિઝનેસમેન તરુણભાઈ ગુલાટી અને OFBJPના પ્રેસિડેન્ટ કુલદીપભાઈ શેખાવત દૃષ્ટિગોચર થાય છે.


