અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રામ્ય વિસ્તાર મોખાસણ ખાતે મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી અને સંતવૃંદ દ્વારા સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય એકીકરણના શિલ્પી સિંહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગર દ્વારા સરદાર સાહેબની આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રતિમા માત્ર સરદાર પટેલના અદ્વિતીય રાષ્ટ્રસેવાનાં યોગદાનને જ અંજલિ અર્પણ કરતી નથી, પરંતુ ભાવિ પેઢીઓને રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડ ભારતના આદર્શો પ્રત્યે પ્રેરિત કરતું એક પ્રતિક પણ છે.


