સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. નવનિયુક્ત કમિટીમાં ઘનશ્યામભાઇ પટેલ - ચેર પર્સન, પુષ્પકાંત પટેલ - વાઇસ ચેર પર્સન, રમેશભાઇ પટેલ - ટ્રેઝરર, કૌશિકભાઇ પટેલ - આસી. ટ્રેઝરર, હર્ષાબહેન શાહ - સેક્રેટરી, હાવો પટેલ - આસિ. સેક્રેટરીનો સમાવેશ થાય છે. જ્યારે ટ્રસ્ટી તરીકે અમિત ગોહિલ, ભાવનાબહેન પટેલ, દિનેશ પટેલ, જીગર પટેલ, હસમુખ પટેલ, મંજુલાબહેન પટેલ, પ્રકાશ પટેલ, સુભાષભાઇ પટેલ, સુવર્ણાબહેન પટેલ અને ઉષાબહેન ભટ્ટની વરણી કરવામાં આવી છે.