સવાના સ્વામિનારાયણ સનાતન મંદિરે ઉજવાયો દશાબ્દિ મહોત્સવ

Saturday 11th April 2026 07:00 EDT
 
 

SGVP ગુરુકુલ - અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અમેરિકા ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર (સવાના) મુકામે શ્રી હનુમાન જયંતીનો અદ્ભુત ઉત્સવ ઉજવાયો.
SGVP ગુરુકુલ-અમેરિકાના દશાબ્દી વર્ષ, સર્વેશ્વર ધામમાં બિરાજમાન દ્વાદશ જ્યોતિર્લિંગના તૃતીય પાટોત્સવ તથા સનાતન મંદિરમાં બિરાજમાન દેવોના સાતમા પાટોત્સવ પ્રસંગે પંચદિનાત્મક ‘ફેઈથ ઓફ ફેસ્ટિવલ’નું આયોજન થયું હતું.
આ પ્રસંગે પોથીયાત્રા, શ્રી સ્વામિનારાયણ ચરિતગાથા, 108 હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ, શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટયોત્સવ, મહાભિષેક, રક્તદાન કેમ્પ, ‘ફર્સ્ટ રિસ્પોન્ડર્સ’ના લાભાર્થે યુનિટી વોક તથા સનાતન ફેસ્ટનું આયોજન થયું હતું.
મહોત્સવમાં પૂજ્ય શાસ્ત્રી ભક્તિવેદાંત-દાસજી સ્વામીએ અદ્ભુત અવતાર ચરિત્રોની કથાનું શ્રવણ કરાવ્યું હતું તથા અવતાર કથા અંતર્ગત ‘શ્રીકૃષ્ણાવતાર’ના આધારે બાલવિકાસ કેન્દ્રના બાળકો દ્વારા અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. મહોત્સવ દરમિયાન સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ ઓનલાઈન આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂ. ધર્મપ્રિયદાસજી સ્વામી, પૂ. શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ ખાસ પધારીને પ્રાસંગિક પ્રવચનનો લાભ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter