લંડનઃ એથ્લીટ્સ અને જાહેર જનતામાં નિયમિત આરોગ્ય તપાસના મહત્ત્વની જાગરુકતા ઉભી કરવાના હેતુસર સાઉથોલ FC અને પુરી ફાર્મસીએ મિડલસેક્સના રેક્ટોરી પાર્ક ખાતે ખેલાડીઓ અને વ્યાપક કોમ્યુનિટી માટેના ઈનિશિયેટિવ હેલ્થ સ્ક્રીનિંગ્સ પુરા પાડવા હાથ મિલાવ્યા છે. આ કાર્યક્રમ 22 ઓક્ટોબરે યોજાયો હતો.
પુરી ફાર્મસી દ્વારા રેસ્ટિંગ12-લેડ ECG ટેસ્ટ્સ પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં, જેના પરિણામોની સમીક્ષા કાર્ડિયોલોજિક મારફતે યુકેના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા કરાઈ હતી. પાર્ટિસિપેન્ટ્સ પોતાના સ્વાસ્થ્યને બરાબર સમજી શકે તેમાં મદદ કરવાં લેનિરા હેલ્થ દ્વારા બ્લડ ટેસ્ટ્સ ઓફર કરવામાં આવ્યાં હતાં. સાઉથોલ FC સૌપ્રથમ લેનારી ક્લબ હતી અને હેલ્થ સ્ક્રિનિંગ્સ કેવી રીતે ખેલાડીઓ અને વ્યાપક કોમ્યુનિટીને લાભકારી બની શકે તે દર્શાવ્યું હતું. આ ઈનિશિયેટિવનો હેતુ આ પ્રકારના આયોજનો કરવા મિડલસેક્સ અને યુકેની અન્ય ક્લબ્સને પ્રોત્સાહિત કરવાનો હતો. મિડલસેક્સ સીનિયર ચેલેન્જ કપના વર્તમાન ચેમ્પિયન્સ સાઉથોલ FC માટે આ લોન્ચ વધુ એક યશકલગી સમાન હતું, જેની ટ્રોફી આ ઈવેન્ટમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.
ECG અને કાર્ડિયોલોજિસ્ટના રિપોર્ટ સહિત સ્ક્રિનિંગનો ખર્ચ પાર્ટિસિપેન્ટ્ દીઠ 37 પાઉન્ડ વત્તા VAT હતો. વધુ પરીક્ષણો અને સારવારનો ખર્ચ અલગ લેવાયો હતો. આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્ક્રિનિંગથી હાર્ટની દરેક કંડિશન શોધી શકાતી નથી કે રમવા માટે ફિટનેસની ગેરંટી પણ મળતી નથી. કોઈને પણ કસરત કરવા દરમિયાન, છાતીમાં દુઃખાવો, ધબકારા વધવા કે ઘટવા અને બેભાન થઈ જવા સહિતના લક્ષણો અનુભવાય તો તેમણે તબીબી સલાહ અવશ્ય મેળવવી જોઈએ.


