સાધુ બ્રહ્મવિહારીદાસજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મળ્યા

Thursday 17th April 2025 06:34 EDT
 
 

નવી દિલ્હીઃ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજી 10 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. વડાપ્રધાનને પુષ્પમાળા આપ્યા પછી બ્રહ્મવિહારીદાસજીએ પ.પૂ. મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પ્રેરણાથી અબુ ધાબી મંદિરના ભાવિ વિકાસ અને અબુધાબીના શાસકોના ઉદાર સમર્થન તેમજ બહેરિન, પેરિસ, દાર-એ સલામ, જ્હોનિસબર્ગ, મેલબોર્ન અને સિડનીમાં આગામી આંતરરાષ્ટ્રીય BAPS મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રો વિશેની વિસ્તૃત માહિતીથી વાકેફ કર્યા હતા. બ્રહ્મવિહારીદાસજી અને વડાપ્રધાન વચ્ચેની મુલાકાતમાં પ્રેરણાદાયી સદભાવના, સાર્વત્રિક મૂલ્યો પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું, જે વધુ નૈતિક્તા, રાષ્ટ્રીય એકતા અને આધ્યાત્મિક સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter