સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજની 10મી પૂણ્યતિથિએ સ્મૃતિ સભા

Tuesday 18th August 2026 06:31 EDT
 
 

બોટાદ જિલ્લાના સારંગપુર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની 10મી પૂણ્યતિથિની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ હતી. પ્રમુખસ્વામી મહારાજે જીવનના અંતિમ ત્રણ વર્ષ સારંગપુરમાં વિતાવ્યા હોવાથી પરિસર તેમની દિવ્ય સ્મૃતિઓથી અંકિત છે. પૂણ્યતિથિ નિમિત્તે ભાવિકોએ સ્મૃતિમંદિર ખાતે દર્શન કરી ભાવવંદના અર્પણ કરી હતી. વિશેષ સભામાં સંતોએ પૂ. પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય ગુણો, સમાજ અને માનવજાત માટેના કાર્યો તથા સેવાભાવને યાદ કર્યા હતા. ‘બીજાના સુખમાં આપણું સુખ’ના સંદેશને જીવનમાં ઉતારી શાંતિ, સંસ્કાર અને ધર્મની જ્યોત પ્રજ્વલિત કરનાર પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે સંતો અને હરિભક્તોએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter