માનવસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને સાકાર કરવાની સાથોસાથ ઉત્તર ગુજરાતના સિદ્ધપુર ખાતે કન્યા કેળવણીના માધ્યમથી જીવનોપયોગી સંસ્કાર ઘડતરનું પ્રશંસનીય કામ કરી રહેલી શિક્ષણ સંસ્થા યોગાંજલિ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી જીજ્ઞાબહેન દવે તા. 15 ઓક્ટોબર સુધી બ્રિટનના પ્રવાસે આવ્યા છે. એક સમયે કન્યા કેળવણીનું માત્ર પાંચ ટકા પ્રમાણ ધરાવતા પાટણ વિસ્તારમાં આજે યોગાંજલિ મંડળના માધ્યમથી
10 હજારથી વધુ બાળકો શિક્ષણ મેળવી ચૂક્યા છે અને વિવિધ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. આજે સંસ્થામાં 750 બાળકો અભ્યાસ કરે છે, જેમને વિનામૂલ્યે વોકેશનલ ટ્રેનિંગ અપાય છે, જેથી તેઓ તાલીમ બાદ પોતાના જ વિસ્તારમાં રોજગારી મેળવી શકે. જીજ્ઞાબહેન સમાજના વંચિત વર્ગને નાતજાતના ભેદભાવ વગર આર્થિક-સામાજિક જ નહીં, સર્વાંગી વિકાસની તક મળે તે માટે પ્રતિબદ્ધ છે. લંડનમાં તેમનો સંપર્કઃ 106 WHITMORE Road, HARROW - HA1 4AQ અથવા ફોન (વ્હોટ્સએપ) +91 - 9898602325


