* સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૯થી બપોરના ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ કરાશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.
* ઇન્ટરનેશલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૧૦થી સાંજના ૬ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે ૧૦૮ સંગીતમય હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજીને ૧૧ કિલોનો લાડુ ભેટ ધરવામાં આવશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0618.
* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શનિવાર, તા. ૪-૪-૧૫ના રોજ સવારે ૯ વાગ્યે આરતી અને પૂજા થશે અને તે પછી સાંજના ૫ સુધી ૧૦૮ હનુમાન ચાલીસા થશે. પ્રસાદ બપોરના ૧.૩૦થી ૩ સુધી અને ૫-૩૦થી ૭ દરમિયાન મળશે. દરેક શ્રદ્ધાળુ હનુમાનજીને લાડુ ચઢાવી શકશે. બપોરના ૧૨ વાગ્યે હનુમાનજીનો જન્મ થશે અને કેક કાપવામાં આવશે. દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસાના પાઠ સવારના ૧૧થી ૧.૧૫ સુધી થશે અને તે પછી પ્રસાદ મળશે. સંપર્ક: 020 8902 8885.
* ધ હિન્દુ મંદિર બ્રિસ્ટોલ, ૧૬૩બી ચર્ચ રોડ, રેડફિલ્ડ, બ્રિસ્ટોલ, BS5 9DP ખાતે તા. ૫-૪-૧૫ના રોજ રવિવારે સાંજે ૪થી ૬ દરમિયાન સુંદર કાંડના પાઠ થશે અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: કમલેશ વ્યાસ 0117 935 1007.
* શ્રી દેપાળા હનુમાન સત્સંગ મંડળ દ્વારા તા. ૪-૪-૧૫ના રોજ સવારે ૧૦થી સાંજના ૬ દરમિયાન મોઝ હોલ જુનિયર સ્કૂલ, નેધર સ્ટ્રીટ, લંડન N3 1NR ખાતે હનુમાન ચાલીસાના અખંડ પાઠ, ધૂન અને ભજન થશે. સાંજે ૫-૩૦ આરતી અને તે પછી પ્રસાદનો લાભ મળશે. દર શનિવારે વિવિધ સત્સંગીઅોના ઘરે રાત્રે ૮થી ૧૦ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. સંપર્ક: ભરતભાઇ 020 8361 3703.
* ગુજર્ર હિન્દુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, સનાતન મંદિર, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી ખાતે તા. ૪-૪-૧૫ના રોજ સવારે ૯થી સાંજના ૬ દરમિયાન હનુમાનજીનું સ્થાપન, ૧૦૮ હનુમાન ચાલીસા, સમૂહ આરતી તેમજ ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 01293 530 105.
* વિશ્વ હિન્દુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ, સરે CR7 6JN ખાતે તા. ૪-૪-૧૫ના રોજ બપોરે ૧૨-૩૦થી ૪-૩૦ દરમિયાન સંગીતમય હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગીતકાર સંગીતકાર ભાઇ બહેનોને સંપર્ક કરવા વિનંતી. સંપર્ક: 020 8665 5502.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૪-૪-૧૫ના રોજ સવારે ૧૦થી સાંજના ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસના પાઠ થશે. આ પ્રસંગે હનુમાનજીનું પૂજન, ધ્વજારોહણ તેમજ પાઠ થશે. સંપર્ક: 01772 253 901.
૦૦૦૦૦૦
સંસ્થા સમાચાર
* શ્રી ગુંસાઇજી પ્રભુચરણના ૫૦૦મા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી નિમિત્તે પુષ્ટિ પરિવાર યુકે દ્વારા યુકેમાં સૌ પ્રથમ વખતે શ્રી હરિરાયજી વિરચીત શ્રી વલ્લભ સાખી રસપાન મહોત્સવનું આયોજન તા. ૩-૪-૧૫થી ગુરૂવાર તા. ૯-૪-૧૫ રોજ બપોરે ૪થી ૭ દરમિયાન કિંગ્સબરી હાઇસ્કૂલ, ૩૪૭ સ્ટેગલેન, લંડન NW9 9AE ખાતે કરવામાં આવ્યું છે. કથાનો લાભ ગો. શ્રી યદુનાથજી મહોદય આપશે. શોભા યાત્રા તા. ૩-૪-૧૫ બપોરે ૩-૩૦ કલાકે મુખ્ય દરવાજેથી નીકળશે. કથા પછી દરરોજ મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: જ્યોતિબેન શાહ 07506 679 737.
* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા નવયુગ સેન્ટર ખાતે તા. ૪-૪-૧૫ના રોજ સાંજના ૫-૪૫થી રાતના ૧૦ દરમિયાન મહાવીર જન્મ કલ્યાણક તથા પટદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પ્રારંભે અલ્પાહાર થશે. સંપર્ક: વિનોદ શાહ 020 8459 4953.
* ધ વાંઝા કોમ્યુનિટી અોફ સાઉથ લંડન દ્વારા રવિવાર તા. ૧૨-૪-૧૫ના રોજ આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મિચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે સમુહ ભજનનું આયોજન બપોરે ૧૨-૩૦થી રાતના ૭ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલ્ટન ભજન મંડળી દ્વારા હનુમાન ચાલીસા અને ભજન, લોટી ઉત્સવ, સમૂહ આરતી અને પ્રારંભે તેમજ અંતે ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: જ્યોતિકાબેન 020 8764 6785.
* સીટી શિખ ગૃપ દ્વારા તા. ૯-૪-૧૫ના રોજ સાંજે ૬થી ૯ દરમિયાન 'હસ્ટીંગ્સ ઇન ધ સીટી' અંતર્ગત આગામી ચૂંટણીઅોના ઉપલક્ષ્યમાં વાર્તાલાપ અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમનું આયોપજન ધ ઇન્શુરંશ હોલ, ૨૦ એલ્ડરમેનબરી, લંડન EC2V 7HY ખાતે કરવામાં આવ્યું છે. આ વાર્તાલાપમાં ટોરી, લેબર, લિબ ડેમ, ગ્રીન અને યુકેઆઇપીના નેતાઅો ઉપસ્થિત રહેશે.
* ધ નહેરુ સેન્ટરના કાર્યક્રમો (૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF): * તા. ૧૩-૪-૧૫ સાંજે ૬-૧૫ કલાકે રાજેશ હર્ષના પ્રદર્શન 'મેજેસ્ટીક લેન્ડસ્કેપ-૭'નો પ્રારંભ થશે. જે તા. ૧૭ સુધી અોફિસ કલાકો દરમિયાન જોઇ શકાશે. * તા. ૧૩ સાંજે ૬-૩૦ કલાકે ગાયત્રી રાજાજીના નૃત્ય 'ગુરૂ સમપર્ણ – ભારત નાટ્યમ' થશે. * તા. ૧૬-૪-૧૫ સાંજે ૬-૩૦ કલાકે ડો. ટીન્ની દત્તા 'પોયેટ્રી અને સાયકોેએનાલીસિસ' પર વાર્તાલાપ કરશે. * તા. ૧૭-૪-૧૫ સાંજે ૬-૩૦ કલાકે શુભા દાસ ભારતીય શાસ્ત્રીય સંગીત રજૂ કરશે. * તા. ૨૦-૪-૧૫ સાંજે ૬-૧૫ કલાકે દીપા નાથના 'પેઇન્ટીંગ્સ અને સ્કેચીસ'ના પ્રદર્શનનો પ્રારંભ થશે. જે તા. ૨૪ સુધી કામના કલાકો દરમિયાન જોઇ શકાશે. સંપર્ક: 020 7491 3567.