યુકે હિંદી સમિતિ અને ભારતીય હાઈ કમિશનના હિંદી વિભાગ દવારા જૂન મહિનામાં યોજાયેલી હિંદી વક્તૃત્વ સ્પર્ધામાં હિંદી ક્લાસના જુદી જુદી વયના ૧૫૪ બાળકોએ ભાગ લીધો હતો.
VHP ઈલ્ફર્ડ હિંદી ક્લાસીસના વિદ્યાર્થીઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તમામ બાળકોએ ખૂબ સારો દેખાવ કર્યો હતો અને ઈનામો પણ જીત્યા હતા. ૭ – ૮ વર્ષની વય જૂથની સ્પર્ધામાં અર્ચિતા વાઘમાર પ્રથમ ક્રમે લિજેતા બની હતી. જ્યારે ૯ – ૧૦ વર્ષની વયજૂથની સ્પર્ધામાં રિશીત દ્વિવેદી પ્રથમ ક્રમે અને ૧૩ વર્ષથી વધુ વયના સ્પર્ધકોમાં આર્ય વાઘમાર ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા.