હેન્ડ ઓન હાર્ટ પ્રોજેક્ટ દ્વારા વોટફર્ડ અને અન્ય વિસ્તારોમાં રફ સ્લીપર્સને બેકપેક્સનું વિતરણ

Wednesday 25th November 2020 05:46 EST
 
 

લંડનઃ હર્ટફર્ડશાયર અને તેની આસપાસના વિસ્તારોના રફ સ્લીપર્સને ૧,૦૦૦થી વધુ વિન્ટર વોર્મર બેકપેક્સનું વિતરણ કરવાનો વોટફર્ડ સ્થિત કોમ્યુનિટી પ્રોજેક્ટ વ્યવસ્થિત ચાલી રહ્યો છે. બીજી વખત કોવિડ-૧૯ લોકડાઉન અને સ્ટ્રીટ્સમાં હોમલેસની વધેલી સંખ્યાને લીધે હેન્ડ ઓન હાર્ટ દ્વારા તેના વાર્ષિક વિન્ટર વોર્મર પ્રોજેક્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ડોનેશનમાં ઘટાડો અને વિન્ટરની શરૂઆતને લીધે રફ સ્લીપર્સ માટે પરિસ્થિતિ ખૂબ કપરી બની છે.
હેન્ડ ઓન હાર્ટ ટીમે વોટફર્ડના મેયર પીટર ટેઈલર સહિત ૪૨ વોલન્ટિયર પરિવારો સાથે  મળીને આવશ્યક ચીજવસ્તુઓ અને ૧૦૫૦ બેકપેક્સ તૈયાર કર્યા હતા.
આ પ્રોજેક્ટનું સંકલન વોટફર્ડ ટાઉન સેન્ટરમાં આવેલા તેના મુખ્યમથકેથી થયું અને સમગ્ર વોટફર્ડમાં તેમજ હર્ટફર્ડશાયર, સેન્ટ્રલ અને ગ્રેટર લંડન, બર્મિંગહામ, મિલ્ટન કેઈન્સ અને એસેક્સમાં રફ સ્લીપર્સને બેકપેક્સનું વિતરણ કરાઈ રહ્યું છે.
આ બેકપેક્સમાં બ્લેન્કેટ, હુડેડ સ્વેટશર્ટ્સ, થર્મલ ક્લોથીંગ, ગ્લવ્ઝ, વુલી હેટ્સ, ટી શર્ટ, મોજા, અંડરવિયર, હોટ વોટર બોટલ, ડિઓડરન્ટ્સ, ઓરલ હાઈજીન સેટ્સ અને વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો મૂકવામાં આવે છે. રફ સ્લીપર્સ સાથે સલાહચર્ચા અને હોમલેસ શેલ્ટર્સ પાસેથી માર્ગદર્શન મેળવીને આ બેકપેક્સ માટેની વસ્તુઓની પસંદગી કરાઈ હતી. લોકલ બેકર્સ દ્વારા બેક કરાયેલા કપ કેક્સ સાથે પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ સાઈઝના બેકપેક્સ તૈયાર કરાયા હતા. સંસ્થાએ અત્યાર સુધીમાં વોટફર્ડ, સ્ટ્રેન્ડ (સેન્ટ્રલ લંડન), લૂટન, હેરો, હેમેલ હેમ્પસ્ટેડ, મિલ્ટન કેઈન્સ, સેન્ટ આલ્બન્સ અને ઈલિંગમાં અન્ય ચેરિટી સાથે મળીને બેકપેક્સનું વિતરણ કર્યું છે.  
બેકપેકની તૈયારી, તેની ચીજવસ્તુઓ એકત્ર કરવી અને તેની ડિલિવરી કરવી આ બધાના સંકલનમાં હર્ટફર્ડશાયરના હાઈ શેરિફ હેનરી હોલાન્ડ-હિબર્ટ, વોટફર્ડના સાંસદ ડિન રસેલ, વોટફર્ડના મેયર પીટર ટેઈલર અને વોટફર્ડના કાઉન્સિલરો રબિ માર્ટિન્સ અને આસિફ ખાન સંકળાયેલા હતા
હેન્ડ ઓન હાર્ટના સહ સ્થાપક અફઝલ પ્રધાને જણાવ્યું કે આ બેકપેક્સનું વિતરણ કરવાનો આ મહત્ત્વનો સમય છે. અન્ય ચેરિટી સાથે મળીને કામ કરીને અને અમારા પાર્ટનર બીટા ચેરિટેબલ ટ્રસ્ટની સહાયથી રફ સ્લીપર્સને મદદ પૂરી પાડીએ છીએ.   બીજું લોકડાઉન અને ઠંડીની શરૂઆતમાં આપણા મહેમાનોને પાયાની જરૂરી વસ્તુઓ મેળવવાનું ખૂબ અઘરું પડે છે. સ્ટ્રીટ્સ પર હોમલેસની સંખ્યા વધી છે તે દુઃખદ છે. પરિસ્થિતિ ખૂબ વિકટ બનતી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter