સેન્ટ્રલ લંડનમાં હોમલેસને ભોજન પૂરું પાડવા માટે ઈલેક્ટ્રિક ફૂડ વાન માટે નાણાં એકત્ર કરવાના વિચારની સાથે તે દિશામાં કામગીરી શરૂ થઈ. જોકે, આ વિચાર આવ્યો અને તે સાકાર થયો તે લગભગ ચમત્કાર જેવું જ કહી શકાય. નવી વાન દ્વારા ૨૦ ડિસેમ્બરથી સળંગ દસ દિવસ એટેલે કે ૩૦ ડિસેમ્બર સુધી FFL ટીમ દ્વારા ફૂડ વિતરણ કરાયું હતું. તે દરમિયાન તેમણે હરે કૃષ્ણના કિર્તનો ગાયા હતા. આ વાન યુકેની સૌ પ્રથમ ઈલેક્ટ્રિક ફૂડ વાન છે.
તેના ફંડ રેઝિંગ માટે ૨૯ જૂન, ૨૦૧૯ના રોજ વોકનું આયોજન કરાયું. આ પ્રસંગે પંકજાન્ગ્રી દાસ અને ભક્તિ રાસમિત્ર સ્વામી જેવા ઈસ્કોનના સિનિયર ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
વોકમાં ડાન્સ કરતા ભગવાન કૃષ્ણના નામોનું ગાન કરતા લોકો જોડાયા હતા. વોક લંડનના મહત્ત્વના કેટલાંક સ્થળોએ અને ઈસ્કોનના સ્થાપર ગુરુ શ્રીલા પ્રભુપાદના મિશન મુજબ મંદિરના દસ માઈલના ઘેરાવામાં ફરી હતી. વોક પૂરી થયા પછી તેમાં ભાગ લેનાર સૌને પ્રસાદ અપાયો હતો. ૬૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનું કાર્ય સખત પરીશ્રમ બાદ છ મહિનામાં પૂરું થયું હતું. કોમ્યુનિટીના સેંકડો લોકોએ આ કાર્યમાં એક યા બીજી રીતે મદદ કરી હતી.
ફૂડ ફોર લાઈફ (FFL) સર્વિસ માટે જૂની વાનને બદલે નવી વાન લેવાનો રાજીવ નંદા અને ટીના સવાણીએ નિર્ણય લીધો. FFL સર્વિસ ઘણાં વર્ષોથી લંડનમાં સફળતાપૂર્વક ચાલે છે અને લંડનના ઈસ્કોન મંદિર દ્વારા તેનું સંચાલન થાય છે. આ સેવા સંપૂર્ણપણે વોલન્ટિયર્સ દ્વારા ચલાવાય છે. તેમને વધુ કાર્યદક્ષતાથી અને મોટા પાયે હોમલેસને ફૂડ પહોંચાડી શકાય તે માટે કાર્બન ફ્રી ઈલેક્ટ્રિક ફૂડ વાન લેવાનો વિચાર આવ્યો. તેમણે બિઝેનેસ પ્લાન તૈયાર કરીને ટેમ્પલ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કર્યો અને બોર્ડમાં તેમને જોડ્યા.
આ અગાઉ માર્ચ ૨૦૨૦ની શરૂઆતમાં કોવિડ-૧૯ માટે પ્રોજેક્ટ પણ કરાયો હતો. અચાનક લોકડાઉનને લીધે ઈસ્કોન લંડન મંદિર જઈ શકાય તેમ ન હોવાથી વોટ્સએપ ગ્રૂપની રચના કરાઈ હતી. તેમાં ઘણાં સભ્યો જોડાયા. નવું પ્રિમાઈસીસ, રાંધવા માટેની જગ્યા, વાન, રસોઈ તૈયાર કરવા માટે કૂક અને પ્રસાદ વિતરણ માટે વોલન્ટિયર્સ વગેરે નક્કી કરાયું. સિટી બ્રીજ ટ્રસ્ટ તરફથી કેટલીક આર્થિક સહાય પ્રાપ્ત થઈ અને ઘણાં ડોનેશન મળ્યા. ફૂડ ફોર ઓલના પરસુરામ પણ હોલબર્નમાં તેમનું કિચન વાપરવા દેવા સંમત થા હતા. FFL પ્રોગ્રામ્સના હેડ આશિષ સોનીએ આ બન્ને પ્રોજેક્ટમાં મદદ કરી હતી અને હાલ પણ તેઓ મદદ કરે છે.
વધુ માહિતી માટે ઈમેલ[email protected] અથવા
વેબસાઈટ www.foodforlifelondon.co.uk


