હોળી પર્વના કાર્યક્રમો

Tuesday 24th February 2015 11:41 EST
 

હોળી પર્વના કાર્યક્રમો

હોળી તા. ૫-૩-૨૦૧૫ ગુરૂવાર

ધુળેટી તા. ૬-૩-૨૦૧૫ શુક્રવાર

* BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૨૬૦ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8HE ખાતે હોળી ઉત્સવનું શાનદાર આયોજન તા. ૫-૩-૧૫ ગરૂવારના રોજ કરવામાં આવ્યું છે. હોળી પ્રાગટ્ય અને આરતી સાંજે ૬-૦૦ કલાકે અને તે પછી દર્શન અને પૂજાનો લાભ મળશે. શ્રીફળ અને ખજુર સ્થળ પર મળશે અને ઉત્સવ સ્થળેથી વિવિધ વાનગીઅોનો આસ્વાદ પણ માણી શકાશે. સંપર્ક: 020 8965 2651.

* શ્રી શક્તિ મંદિર, ટાલ્બોટ રોડ, વેમ્બલી HA0 4UE ખાતે તા. ૫-૩-૧૫-ના રોજ સાંજે ૬થી હોળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. દર્શન અને પૂજનનો લાભ મળશે. 020 8903 6100.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા હેરો સિવિક સેન્ટરના કાર પાર્ક 'ઇ' ખાતે તા. ૫-૩-૧૫ના રોજ સાંજે ૭ થી હોળી પ્રાગટ્ય કરવામાં આવશે. સંપર્ક: 020 8426 0678.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે હોળી પર્વની ઉજવણીનું આયોજન તા. ૫-૩-૧૫-ના રોજ કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8861 1207.

* જલારામ જ્યોત, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શુક્રવાર, તા. ૬-૩-૧૫ના રોજ સવારના ૧૦.૩૦થી રાતના ૯-૩૦ દરમિયાન હોળી ઉત્સવનું આયોજન કરાયું છે. દિવસ દરમિયાન પૂજા થશે અને હોલિકા પૂજા સાંજના ૫.૩૦ કલાકે કરાશે. સંપર્ક: 020 8902 8885.

* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ (સાઉથ લંડન શાખા), ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે તા. ૫-૩-૧૫ના રોજ સાંજે ૭થી હોળી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: પીયુશભાઇ પટેલ 020 8977 8223.

* ઇસ્કોન દ્વારા હરે ક્રિષ્ણ મંદિર, ધર્મભક્તિ મેનોર, ધરમ માર્ગ, વોટફર્ડ WD25 8DT ખાતે રવિવાર તા. ૮-૩-૧૫ના રોજ ગુરૂ પુર્ણિમા અને હોળી ઉત્સવનું આયોજન કરાયું છે. રંગ મેલા બપોરે ૪ કલાકે અને હોળી પ્રાગટ્ય સાંજે ૬ કલાકે કરાશે. કિર્તન, પ્રસાદ, નાટકનો લાભ મળશે. સંપર્ક: 01923 851 000.

* એપલ ટ્રી સેન્ટર, ગુજરાત હિન્દુ યુનીયન, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી, RH11 0AF ખાતે તા. ૫-૩-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે સેન્ટર ખાતે હોળી ઉત્સવની ઉજવણી થશે. સંપર્ક: 01293 530 105.

* શ્રી જલારામ મંદિર, ૩૯-૪૫ અોલ્ડફિલ્ડલેન સાઉથ, ગ્રીન ફર્ડ UB6 9LB ખાતે તા. ૫-૩-૧૫ના રોજ સાંજે ૫-૩૦ કલાકે હોળી પૂજન કરાશે અને તે પછી હોળી પ્રગટાવવામાં આવશે. સંપર્ક: શૈલેષ પુજારા 020 8578 8088.

* શ્રી હિન્દુ મંદિર - કોમ્યુનિટી સેન્ટર, હીયરફર્ડ રોડ, લ્યુસી ફાર્મ, લુટન LU4 0PS ખાતે તા. ૫-૩-૧૫ના ગુરૂવારના રોજ સાંજે ૭થી ૮ દરમિયાન હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01582 663 414.

 ૦૦૦૦૦૦૦૦

* વિશ્વ હિન્દુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 8JN ખાતે તા. ૮-૩-૧૫ના રોજ બપોરે ૧થી ૩ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8665 5502.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે તા. ૧૩-૩-૧૫ના રોજ મધર્સ ડે પ્રસંગે અર્પણ અને મિત્તલ પટેલના ગીત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8861 1207.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૧-૩-૧૫ના રોજ ભજન ભોજનનો કાર્યક્રમ છે. સંપર્ક: 07882 253 540.

* નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HFના કાર્યક્રમો: * તા. ૨-૩-૧૫ સોમવાર સાંજે ૬-૧૫ કલાકે તૃપ્તિ દવેના કલા પ્રદર્શન 'કોસ્મિક ઇન્ટેલીજન્સ'નો પ્રારંભ થશે. જે તા. ૫ સુધી અોફિસ કલાક દરમિયાન જોઇ શકાશે. * તા. ૨-૩-૧૫ સોમવાર સાંજે ૬-૩૦ કલાકે કવિતા કૌરનો અોડીસી નૃત્ય કાર્યક્રમ થશે. * બુધવાર તા. ૪-૩-૧૫ સાંજે ૬ કલાકે 'પાવ' દ્વારા 'ધ બોટમ લાઇન: બ્યુટી, બોડી ઇમેજ અેન્ડ ટીનએજ ગર્લ્સ' વિષય પર પેનલ ડિસ્કશન થશે. * તા. ૯-૩-૧૫ – સોમવાર સાંજે ૬-૧૫ કલાકે સીઆર શેલારેનું ફાઇન આર્ટ્સ પ્રદર્શન 'કલર્સ અોફ ઇન્ડિયા'. જે તા. ૧૩ સુધી અોફિસ કલાકો દરમિયાન જોઇ શકાશે. * તા. ૯-૩-૧૫ – સોમવાર સાંજે ૬-૩૦ કલાકે 'ટંગ અોફ ફાયર – લંડન એશિયન ફીલ્મ ફેસ્ટીવલ' અંતર્ગત 'અદોમ્ય એન્ડ લાઇફ ગોઝ અોન' ફિલ્મનું સ્ક્રીનીંગ થશે.

* શ્રી પ્રજાપતિ એસોસિએશન, બર્મિંગહામ દ્વારા તા. ૭-૩-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી મેડલાઇફ ફાઉન્ડેશનના લાભાર્થે ડીનર એન્ડ કાર્યક્રમનું આયોજન ધ સેફ્રોન સ્યુટ, ૨૫૬ મોસેલી રોડ, હાઇગેટ, બર્મિંગહામ B12 0BS ખાતે કરાયું છે સંપર્ક: મીનાબેન 07956 291 833.

* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૧-૩-૧૫ સાંજે ૬ કલાકે નૃત્યોત્સવ ભારત નાટ્યમનો કાર્યક્રમ થશે. તા. ૮-૩-૧૫ના રોજ સાંજે ૬ કલાકે સંજય સુબ્રમણ્યમના કર્ણાટીક વોકલ મ્યુઝીકનો કાર્યક્રમ થશે. સંપર્ક: 020 7381 8086.

અવસાન નોંધ

* મૂળ કમ્પાલા - યુગાન્ડાના વતની અને હાલ હેરો ખાતે રહેતા જાણીતા સામાજીક કાર્યકર અને જાયન્ટ્સ ગૃપ અોફ લંડન અને ફ્રી મેસનના એમ્બેસડર શ્રી મોહનભાઇ કાકુભાઇ રાડીયાનું ગત તા. ૨૧-૨-૧૫ના શનિવારે દુ:ખદ નિધન થયું હતું. સદ્ગતના આત્માની શાંતિ અર્થે તા. ૨૨ના રોજ પ્રાર્થના સભા યોજાઇ હતી. તા. ૨૪ના રોજ અંતિમ ક્રિયા સંપન્ન થઇ હતી. સંપર્ક: અનુપ રાડીયા 07711 112 560.

* મૂળ બળદીયા, કચ્છના વતની અને નાઇરોબી યુકે આવીને વસેલા માવજીભાઇ લાલજી રાઘવાણીનું ગત તા. ૨૨-૨-૧૫ના રોજ ૯૪ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. સ્વર્ગસ્થની અંતિમ ક્રિયા તા. ૨૬ના રોજ બપોરે ૩-૩૦ કલાકે કેન્સલ ગ્રીન ક્રિમેટોરીયમ ખાતે સંપન્ન થશે. સદ્ગત વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને કે એન્ડ કે બિલ્ડર્સના કાનજીભાઇ ખીમજીભાઇ જેસાણીના સસરા હતા. મંદિરે બેસવાનો સમય આ મુજબ છે. તા. ૨૮-૨-૧૫ બપોરે ૪-૩૦થી ૫-૩૦ હેરો સ્વામીનારાયણ મંદિર અને તા. ૧-૩-૧૫ બપોરે ૩થી ૪ વિલ્સડન સ્વામિનારાયણ મંદિર. સંપર્ક: વાલજી માવજી પટેલ 020 8904 4230.

૦૦૦૦૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter