૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું શનિવારે પ્રેેસ્ટનમાં સન્માન

Tuesday 07th April 2015 15:44 EDT
 
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧૨થી સાંજના ૩ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સૌના વિકાસ અને પ્રગતિ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર આપણા સમાજના મોભી સમાન ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

લગભગ ૩૦ જેટલા વડિલોના સન્માન કરવા માટે યોજાયેલા આ વડિલ સન્માન સમારોહ માટેની સંપૂર્ણ તૈયારી થઇ ચૂકી છે. આ સમારોહમાં પ્રેસ્ટનના ડેપ્યુટી મેયર, હાઇ શેરીફ ઉપસ્થિત રહેનાર છે. જ્યારે સ્થાનિક તબીબ વડિલો માટે માાર્ગદર્શક વક્તવ્ય આપશે જ્યારે સંસ્થાના કલાકારો સુંદર ભક્તિ સંગીત રજૂ કરશે.

પ્રેેસ્ટન બાદ આવા વડિલ સન્માન કાર્યક્રમનું આયોજન માંચેસ્ટર જૈન સમાજ દ્વારા માંચેસ્ટર ખાતે ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.

૦૦૦૦૦૦૦૦

લોહાણા કોમ્યુનીટી સાઉથ લંડન ખાતે રામનવમી ઉજવાઇ: ૧૧૮ હનુમાન ચાલીસાના પાઠ કરાયા

લોહાણા કોમ્યુનીટી સાઉથ લંડન દ્વારા પીવી રાયચૂરા સેન્ટર, લોહાણા કોમ્યુનિટી સેન્ટર ક્રોયડન ખાતે ૧૧૮ હનુમાન ચાલીસા તેમજ રામનવમી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ આખો ચાલેલા આ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારથી થઇ હતી અને સવારથી બપોર સુધી સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. તે પછી બપોરે સંસ્થાની એજીએમ મળી હતી અને સાંજે રામનવમી ઉત્સવની ઉજવણી કરાઇ હતી. પ્રસ્તુત તસવીરમાં કલાબેન રાયચૂરા તેમજ અન્ય ભક્તો હનુમાન ચાલીસાના પાઠ રજૂ કરતા નજરે પડે છે.

૦૦૦૦

અવસાન નોંધ

મૂળ વસોના વતની રમણભાઇ છોટાભાઇ પટેલનું ગત તા. ૪-૪-૧૫ના રોજ ૯૦ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે. તેમની અંતિમક્રિયા સીટી અોફ લંડન ક્રિમેટોરીયમ, એલ્ડર્સબ્રુક રોડ, લંડનE12 5DQ ખાતે તા. ૧૧-૪-૧૫ના રોજ સવારે ૧૧ કલાકે થશે.

આપણા અતિથિ: કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ લંડનના પ્રવાસે આવી રહ્યા છે. હાલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે કાર્યરત શક્તિસિંહજી ગુજરાત વિધાનસભામાં કચ્છની અબડાસા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. સૌમ્ય વ્યક્તિત્વ, પણ પ્રભાવશાળી વકૃત્વશૈલી ધરાવતા શક્તિસિંહજીએ ૨૦૦૭થી ૨૦૧૩ દરમિયાન ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અસરકારક ભૂમિકા ભજવી હતી. ભૂતકાળમાં ગુજરાત સરકારમાં નાણાં, શિક્ષણ, આરોગ્ય જેવા મંત્રાલયોમાં પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા શક્તિસિંહજી ગુજરાત હાઇ કોર્ટના સિનિયર વકીલ તરીકે પણ આગવી નામના ધરાવે છે. સંપર્ક: હાર્દિક શાહ 07729 195 602


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter