‘જાણતા રાજા’ નાટકમાં અભિનય કરવાની તક

Tuesday 17th March 2015 08:57 EDT
 
 

ભારતમાં ૧૦૦૧ શો પૂરા કરનાર એશિયાનું સૌથી મોટું મહાનાટ્ય ‘જાણતા રાજા’ (હિન્દી)ના શોનું આયોજન લંડનસ્થિત SSE અરેના, વેમ્બલી ખાતે તા. ૨૦મી અને ૨૧મી જૂનના રોજ કરવામાં આવ્યું છે.

આ મહાનાટ્યમાં આમ તો ૨૫૦-૩૦૦ કલાકારો કામ કરતા હોય છે. ભારતમાં પણ જ્યાં આ શો ભજવાય છે તે શહેરના સ્થાનિક લોકોને અભિનય માટે આમંત્રણ આપવામાં આવે છે, તે જ પ્રમાણે લંડનના શોમાં કુલ ૧૮૦ કલાકારો કામ કરશે, જેમાંથી મુખ્ય ૪૦ કલાકારો ભારતથી આવશે.

આ નાટ્યમાં કલાકાર તરીકે ભાગ લેવાની ઈચ્છા ધરાવતા ૬થી ૬૫ વર્ષ સુધીની વય ધરાવતા લંડનવાસી સ્ત્રીઓ, પુરૂષો તથા બાળકોને નાટકમાં અભિનય માટે આમંત્રિત કરવામાં આવે છે. તેમના રીઝ્યુમ - ફોટોગ્રાફ્સ સાથે [email protected]ના ઈ-મેઈલ એડ્રેસ પર મોકલવા વિનંતી કરાઇ છે. ફાઈનલ સિલેક્શન એપ્રિલના ત્રીજા-ચોથા અઠવાડિયામાં થશે.

સિલેક્ટ થયેલા તમામ કલાકારોને ‘જાણતા રાજા’ (હિન્દી)માં ગ્રુપ તરફથી પોશાક આપવામાં આવશે. નાટકના ડાયરેક્ટર તરફથી ચાર વિકેન્ડ એટલે આઠ દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખવામાં આવશે. ટ્રેનિંગ દરમિયાન સ્નેક્સનું આયોજન કરવામાં આવશે. નાટકમાં ભાગ લેનાર પ્રત્યેકના £૧૫૦ના ફ્રી પાસીસ તેમની ચોઈસ મુજબ આપવામાં આવશે અને પ્રસિદ્ધ ઈતિહાસકાર શ્રી બાબાસાહેબ પુરંદરેની સહીવાળી સર્ટિફીકેટ આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter