સંસ્થા સમાચાર

Tuesday 08th March 2016 13:06 EST
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૩-૩-૧૬ રવિવારે સવારે ૧૧ થી બપોરના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરવામાં આવ્યું છે. સૌને ભોજન પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી (દુબાઇ) અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૨-૩-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને આરતી તેમજ તા. ૧૩-૩-૧૬ રવિવારના રોજ બપોરે ૩ કલાકે ભજન અને આરતી થશે. સાઉથ ઇન્ડિયન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ, યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન દ્વારા બીમાર, વૃધ્ધ અને અપંગ ગાયોના લાભાર્થે શ્રી રામ કથાનું શાનદાર આયોજન હરિબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, સ્ટ્રેટફર્ડ, લંડન E15 1DT ખાતે તા. ૮થી ૧૬ એપ્રિલ ૨૦૧૬ રોજ બપોરે ૩થી સાંજના ૬ દરમિયાન કરવામાં આવ્યું છે. આસ્થા ટીવી ચેનલ યુકે પર કથાનું રોજ જીવંત પ્રસારણ થશે અને કથા પછી પ્રસાદનો લાભ મળશે. શ્રી સંજીવ કૃષ્ણા ઠાકુરજી કથાનું રસપાન કરાવશે. કથા માટે વોલંટીયર્સની જરૂર છે. સંપર્ક: ભારત વેલ્ફેર ટ્રસ્ટ 0116 216 1684.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે દર મહિનાના પહેલા શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે સૌ માટે ભજન અને દર મહિનાના ત્રીજા ગુરૂવારે બપોરે ૧૨ થી ૪ દરમિયાન ધુમાડા વગરના હવનનું આયોજન કરવામાં આવશે. દર ગુરૂવારે સાંજે ૬-૩૦ થી ૮-૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ તેમજ દર શનિવારે હનુમાન ચાલીસાનો લાભ મળશે. સંપર્ક: 020 8861 1207.

* શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ ઝુંપડી, ૪૯૭એ બેરેક રોડ, હંસલો TW4 5ARના જીર્ણોધ્ધાર બાદ મંદિરનો શાનદાર શુભારંભ રવિવાર તા. ૧૩મી માર્ચ, ૨૦૧૬ સવારે ૧૦-૩૦ કલાકે થનાર છે. આ પ્રસંગે બિપીનભાઇ સઠીયા ભજન રજૂ કરશે તેમજ અનેક વીઆઇપી મહેમાનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તા. ૧૩થી ૨૦ માર્ચ ૨૦૧૬ બપોરે ૨થી સાંજના ૫-૩૦ દરમિયાન રોજ રામ કથાનો લાભ મળશે. કથા શ્રી રાજેન્દ્ર પ્રસાદ ભટ્ટ રજૂ કરશે. પોથી યાત્રા: રવિવાર તા. ૧૩થી માર્ચ ૨૦૧૬ સવારે ૧૧-૩૦ કલાકે નીકળશે. સંપર્ક: 020 8569 5710.

* અોમશક્તિ ડે સેન્ટર દ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની ઉજવણી તા. ૩૦-૩-૧૬ના રોજ સવારે ૧૦થી બપોરના ૩ દરમિયાન હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA5 5BD ખાતે કરવામાં આવ્યું છે. સ્ટોલ, ગરબા વગેરેનો લાભ મળશે. સંપર્ક: રંજનબેન માણેક MBE 07930 335 978.

* શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા સત્તાવીશ પાટીદાર સેન્ટર, વેમ્બલી પાર્ક સ્ટેશન નજીક, ફોર્ટી એવન્યુ, HA9 9PE ખાતે તા. ૧૩ માર્ચ, રવિવારે સાંજે ૪.૩૦થી મોડી રાત સુધી મધર્સ ડે સ્પેશીયલ કાર્યક્રમ "એક શામ માઁ કે નામ"નું અાયોજન કરવામાં અાવ્યું છે. જેમાં લાઇવ અોરકેસ્ટ્રા સાથે માતૃશક્તિને ભાવાંજલિ અાપશે. સંપર્ક: જ્યોત્સનાબેન 07904 722 575.

* જય એન્ટરટેઇનમેન્ટ દ્વારા વિખ્યાત ગાયીકા અનુરાધા પૌડવાલના ભજન કાર્યક્રમ 'પ્રેમ સે બોલો'નું આયોજન * તા. ૨૫-૩-૧૬ના રોજ લેસ્ટર રામગઢીયા હોલ, અલ્વર્સક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે, * તા. ૨૬-૩-૧૬ના રોજ શનિવારે સેકન્ડ સીટી સ્યુટ, ૧૦૦ શેરલોક સ્ટ્રીટ, બર્મિંગહામ B5 6LT ખાતે અને * રવિવાર તા. ૨૭-૩-૧૬ના રોજ હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. ત્રણેય સ્થળે બપોરે ૩થી ૬ દરમિયાન કાર્યક્રમ થશે અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વસંત ભક્તા 07860 280 655.

* ગેલેક્ષી શોઝ દ્વારા યુકેમાં પ્રથમ વખત લાઇવ કિર્તન, ૮ સમા દર્શન અને નૃત્ય સાથે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું આયોજન તા. ૨૦-૩-૧૬ના રોજ બપોરે ૪થી ૭ દરમિયાન લેસ્ટર મહેર કોમ્યુનિટી સેન્ટર, ૧૫ રેવેન્સ બ્રિજ રોડ, લેસ્ટર LE4 0BZ (સંપર્ક: વિનોદ પોપટ 07528 940 636) * તા. ૨૭-૩-૧૬ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સનાતન મંદિર, એપલ ટ્રી સેન્ટર, ધામેચા સ્યુટ, ઇફીલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે (સંપર્ક: 01293 530 105) * તા. ૧-૪-૧૬ શુક્રવારના રોજ સાંજે ૬-૩૦થી ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે (સંપર્ક: દીપા 07947 561 947) કરવામાં આવ્યું છે. મયુર બુધ્ધદેવ અને નિધિ ધોળકીયા કિર્તન રજૂ કરશે. જુઅો જાહેરાત પાન ૧૭.

નહેરૂ સેન્ટર ખાતે તા. ૧૭ના રોજ યોજાશે 'અ જર્ની અોફ ઇન્સ્પીરેશન' કાર્યક્રમ

સંપદ સાઉથ એશિયન આર્ટ્સ દ્વારા તા. ૧૭-૩-૧૬ના રોજ સાંજે ૬-૩૦ કલાકે નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે 'અ જર્ની અોફ ઇન્સ્પીરેશન' પુસ્તક વાચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી રણજીત સોઢી CBE પ્રવચન આપશે તેમજ તેમજ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે પુસ્તકો 'ઇન્સ્પાયર્ડ બાય ટાગોર', 'ઇન્સ્પાયર્ડ બાય ગાંધી', જર્નીઝ અને 'ઇન્સ્પાયર્ડ બાય માય મ્યુઝીયમ'નું વાચન કરાશે. તો અનુશા સુબ્રમણ્યમ અને અત્રેયી ભટ્ટાચાર્ય નૃત્ય રજૂ કરશે. સંપર્ક: પીઆલી રે 0121 446 3269 / 020 7491 3567.

શિશુકુંજનો અોપન ડે

બાળકોમાં રમત-ગમત દ્વારા ધર્મ, સંસ્કાર અને ભાષાનું સિંચન કરતા 'શીશુકુંજ' દ્વારા અોપન ડે કાર્યક્રમનું આયોજન આગામી તા. ૧૩-૩-૧૬ના રોજ સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦ દરમિયાન કરવામાં અવ્યું છે. સંસ્થાના * કેન્ટન કેન્દ્ર, ક્લેરમોન્ટ હાઇ સ્કૂલ, ક્લેરમોન્ટ એવન્યુ, હેરો HA3 0UH ખાતે * ફિંચલી - મિલહિલ કેન્દ્ર, ફ્રિથ મેનોર પ્રાયમરી હાઇસ્કુલ, લલીંગ્ટન ગાર્થ, વુડસાઇડ પાર્ક, લંડન N12 7BN અને * ક્રોયડન કેન્દ્ર, હેરીસ એકેડેમી, કેન્દ્રાહોલ રોડ, સાઉથ ક્રોયડન CR2 6DT ખાતે અોપન ડે થશે. જેમાં સંસ્થા દ્વારા દર રવિવારે સવારે રમત, પ્રાર્થના ભજન અને ગુજરાતી ભાષાના વર્ગો અંગે સંસ્થાની કામગીરીનો પરિચય અપવામાં આવશે. સંપર્ક: 020 8381 1818 - wwwshishukunj.org.uk


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter