• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૦૧.૦૩.૨૦૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૨૯.૨.૨૦ શનિવાર - બપોરની આરતી બાદહનુમાન ચાલીસા - તા૦૧.૦૩.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૨૯.૨.૨૦ શનિવાર સાંજે ૫.૩૦થી ૭.૧૫ ઈસ્કોન દ્વારા સત્સંગ – સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા - દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને સાંજે ૮થી ૯ ડાન્સ યોગ. સંપર્ક. 020 8553 5471
• Tateદ્વારા ૧૭મી સદીના ઉત્તરાર્ધની બ્રિટનની બરોક આર્ટને રજૂ કરતા સૌ પ્રથમ એક્ઝિબિશન ‘બ્રિટિશ બરોકઃ પાવર એન્ડ ઈલ્યુઝન’નું તા.૧૯.૦૪.૨૦૨૦ સુધી સવારે ૯.૪૫થી સાંજે ૬ દરમિયાન TATE BRITAIN, મિલબેન્ક, લંડન SW1P 4RG (મિલબેન્ક એન્ટ્રન્સથી પ્રવેશ) ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7887 8888
• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૨૯.૨.૨૦૨૦ સાંજે ૬થી ૮ દરમિયાન એકતા - નીના રાજારાણી MBEના ભરત નાટ્યમ કોન્સર્ટનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086