સનીવેલના હ્યુમન રાઈટ્સ કમિશનમાં નરેન્દ્ર પાઠકની નિમણુંક

Wednesday 01st September 2021 05:51 EDT
 
 

અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ કરમસદના નરેન્દ્ર પાઠકની કેલિફોર્નિયાના સનીવેલના હ્યુમન રાઈટ્સ કમિશનમાં ચોથી વખત કમિશનર તરીકે સર્વાનુમતે બિનહરીફ નિમણુંક થઈ હતી. આ કમિશનની મુદત ૩૦ જુન ૨૦૨૫ સુધીની છે. પંદર સભ્યોનું કમિશન કોમ્યુનિટી ડેવલપમેન્ટ માટે સલાહસૂચન આપવાનું કામ કરશે. અમેરિકામાં અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા નરેન્દ્ર પાઠકની સેવાઓને ધ્યાને લઇને તેમને હ્યુમન રાઈટ્સ કમિશનમાં કમિશનર બનાવાયા છે. ઇન્ડિયન અમેરિકન નરેન્દ્ર પાઠકે ઇકોનોમિક્સમાં બીએની ડિગ્રી અને લેબર લો તથા ક્રિમીનલ લોમાં લોની ડિગ્રી મેળવેલી છે. તેઓ કોમ્યુનિટી ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસ અને અન્ય મુદ્દાઓ પર બહારના ગ્રૂપને પણ સલાહ આપશે. આ કમિશન હ્યુમન સર્વિસ અંતર્ગત બિલો માર્કેટ રેટ હાઉસીંગ પ્રોગ્રામ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક ગ્રાન્ટ, યુથ ટાસ્ક ફોર્સ, સિવિલ રાઇટ્સ ઇસ્યુ, નીતિઓ, સિનીયર કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જેવા મુદ્દાઓ પર યુનાઇટેડ સ્ટેટ હાઉસીંગ એન્ડ હ્યુમન સર્વિસ કમિશન સાથે કો.ઓર્ડિેનેટ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter