સમલૈંગિક સમાનતા શિક્ષણનો વિરોધ

Wednesday 20th February 2019 05:18 EST
 
 

લંડનઃ વિદ્યાર્થીઓ પર મુસ્લિમ મૂલ્યોને કડકપણે લાદવાની યોજનામાં સંડોવાયેલા હોવાના આક્ષેપ પછી પ્રતિબંધિત થયેલા સ્કૂલ ગવર્નર તાહિર આલમે સમલૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપતા પાઠ ભણાવવાનું છોડી દેવા માટે ટીચરો પર દબાણ ઉભું કરવા પેરન્ટ્સને અનુરોધ કર્યો હતો.

બર્મિંગહામમાં કથિત કૌભાંડ બાદ તેમના પર સ્કૂલો સાથે કોઈપણ રીતે સંકળાવા પર મનાઈ ફરમાવાઈ હતી. ટીચરો પ્રાઈમરી સ્કૂલોમાં LGBT સમાનતાને પ્રોત્સાહન આપતા અને હોમોફોબિયા માટે પડકારરૂપ પ્રોગ્રામનું બાળકોને સૈદ્ધાંતિક શિક્ષણ આપી રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter