સમાજનું ઋણ ચૂકવી રહ્યાા છે બ્રિટિશ ભારતીયો

Saturday 03rd January 2026 04:51 EST
 
 

લંડનઃ ભારતીય-ગુજરાતી ડાયસ્પોરા કર્મભૂમિ અને જન્મભૂમિ વચ્ચેના સેતુ તરીકેની ભૂમિકા સુપેરે ભજવી રહેલ છે અને સીમાડાને પાર કરતા સખાવતી કાર્યોમાં અગ્રેસર રહે છે. ચંદ્રકાન્તભાઈ પારેખ અને લોર્ડ પ્રો. ભીખુભાઈ પારેખની રાહબરી હેઠળ પારેખ પરિવારે ગુજરાતના ભરૂચ જિલ્લામાં આદિવાસી અને ગ્રામ્ય સમુદાયોના ઉત્થાન માટે 1980થી કાર્યરત તળિયાના સ્તરની સંસ્થા સેવા રુરલ (SEWA Rural)ને દીર્ઘકાલીન સપોર્ટ જારી રાખ્યો છે. કુલ લગભગ રૂ. 10 કરોડ (8.6 લાખ પાઉન્ડ)ના યોગદાન સાથે તેમનું ફોકસ હેલ્થકેર, એજ્યુકેશન અને જીવનનિર્વાહના સમગ્રતયા વિકાસ પર રહ્યું છે.
બીજી તરફ, લંડનસ્થિત ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ અને સખાવતી હસુભાઈ બચુભાઈ નાગરેચાએ રાજકોટમાં વિશ્વમાં સૌથી મોટા રિટાયરમેન્ટ હોમના નિર્માણ માટે 10 મિલિયન પાઉન્ડ
(રૂ. 108 કરોડ)ના દાન સાથે પરિવર્તનકારી શુભચેષ્ટા હાથ લીધી છે. રાજકોટ-જામનગર રોડ પર સાકાર થઇ રહેલી આ સીમાચિહ્નરૂપ સુવિધા તેમના દિવંગત બંધુ વિનુભાઈ નાગરેચાના સ્મરર્ણાર્થે કરુણા અને સેવાના શાશ્વત વારસા સ્વરૂપે રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter