સર કેર સ્ટાર્મર અને પેની મોરડૌન્ટ EPG ના પાર્લામેન્ટેરિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત

સી.બી. પટેલને લાઈફટાઈમ એચિવમેન્ટ ઈન મીડિયા એવોર્ડઃ શાનદાર સમારંભમાં બિઝનેસ અને કળાક્ષેત્રના ગણનાપાત્ર વ્યક્તિત્વોનું સન્માન

Wednesday 08th February 2023 05:38 EST
 
 

લંડનઃ ગ્લોબલ એડવાઈઝરી ફર્મ EPG ના ‘પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ’ હાઉસ ઓફ કોમન્સમાં સમગ્રતયા રાજકીય અને જાહેર જીવનના ગણનાપાત્ર અને સક્ષમ નેતાઓનું સન્માન કરવા માટે છે. પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ 2023ના એવોર્ડવિજેતાઓમાં સમગ્ર રાજકીય ફલકમાં વિપક્ષના નેતા સર કેર સ્ટાર્મર KCB, KC MPને લેબર પાર્લામેન્ટેરિયન ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો છે જ્યારે પેની મોરડૌન્ટMP કન્ઝર્વેટિવ પાર્લામેન્ટેરિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયાં છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોના પબ્લિશર અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલને લાઈફટાઈમ એચિવમેન્ટ ઈન મીડિયા એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ગત થોડાં વર્ષોમાં યુકે સમક્ષ અભૂતપૂર્વ પડકારોનો સામનો કરવાનો સમય જોવા મળ્યો છે. કોવિડ-19 મહામારી દરમિયાન 170,000થી વધુ લોકો મોતનો શિકાર બન્યા હતા. યુક્રેનના યુદ્દે વૈશ્વિક એલાયન્સીસને કસોટીની એરણ પર ચડાવ્યા છે. જીવનનિર્વાહની કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે ફૂગાવો- ઈન્ફ્લેશન 40 કરતાં વધુ વર્ષોમાં તેના સર્વોચ્ચ શિખરે પહોંચી રહ્યો છે.

આવી કટોકટીઓ અને ચડાવઉતારની રાજકીય આબોહવામાં યુકેની નાવને આગળ હંકારવામાં રાજકીય અને જાહેર જીવનના કેટલાક ગણનાપાત્ર અને સક્ષમ નેતાઓની ભૂમિકા રહી છે. એવોર્ડવિજેતાઓએ બ્રિટિશ સમાજ પર, ભલે તેમની સ્થાનિક કોમ્યુનિટીઓ હોય અથવા રાષ્ટ્રીય તખ્તા અને તેનાથી પણ આગળ વધીને રચનાત્મક અસર ઉભી કરી છે. એવોર્ડની જાહેરાતોની સાંજે આયોજિત કાર્યક્રમમાં પાર્લામેન્ટેરિયન્સ, આર્મ્ડ ફોર્સીસના સભ્યો તેમજ બિઝનેસ અને કોમ્યુનિટી નેતાઓ સહિત 150થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

EPG ના ડાયરેક્ટર લીજી જ્યોર્જે જણાવ્યું હતું કે,‘અમારા એવોર્ડ્સ સમગ્રતયા જાહેર જીવનમાં નોંધપાત્ર વ્યક્તિત્વોનું સન્માન કરવા ઈચ્છે છે આપણી સમક્ષના સૌથી મુશ્કેલ પડકારોમાંથી કેટલાકનો સામનો કર્યો છે અને ગત વર્ષમાં રચનાત્મક અસરો ઉભી કરી છે. બ્રિટનને બહેતર બનાવવા જેમણે ભૂમિકા ભજવી છે તેવા નોંધપાત્ર મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવા EPGનો આ નમ્ર પ્રયાસ છે.’

વોલ્સાલ સાઉથના પાર્લામેન્ટ મેમ્બર વેલેરી વાઝે જણાવ્યું હતું કે,‘ આટલા બધા અભૂતપૂર્વ વ્યક્તિત્વોની કદર કરતા આ એવોર્ડ્સને સપોર્ટ કરી શકવા બદલ હું ખુશી અનુભવું છું. આપણે સામનો કરી રહ્યા છીએ તે પડકારોના ઉપાય તરીકે અગાઉ ક્યારેય હતું તેનાથી પણ વધુ અત્યારે એક રાષ્ટ્ર તરીકે આપણે એકસંપ થવાની આવશ્યકતા છે. સમગ્ર યુકેના નેતાઓ સાથે આપણે આ અદ્ભૂત કાર્ય કરી શકીશું.’

યુકેના તમામ ઘટકોના એકસાથે જોડાઈ રહેવાના સંપૂર્ણ લાભો માટે સક્રિયપણે માહિતગાર કરવા અને ચર્ચાઓમાં સામેલ કરવાના હેતુઓ ધરાવતી નવી નોન-પ્રોફિટ સંસ્થા ‘ટુગેધર યુકે ફાઉન્ડેશન’ના અધ્યક્ષ તરીકે બેરોનેસ આર્લેન ફોસ્ટર ઓફ અઘાડ્રુમ્સી (Aghadrumsee) DBE, PCએ પણ સંબોધન કર્યું હતું. તેમણે વિશેષતઃ સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમમાં સમૃદ્ધિને ઉત્તેજન આપવા દેશના આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોના મહત્ત્વ વિશે વાત કરી હતી.

અગાઉના વર્ષોમાં એવોર્ડવિજેતાઓમાં સાજિદ જાવિદ MP, વિલિયમ હેગ, એન્ડી બર્નહામ, પ્રીતિ પટેલ MP, લયલા મોરાન MP , જોનાથન એશવર્થ MP અને લંડનના મેયર સાદિક ખાનનો સમાવેશ થાય છે.

એવોર્ડવિજેતાઓની સંપૂર્ણ યાદીઃ

(1) પાર્લામેન્ટેરિયન ઓફ ધ યરઃ (કન્ઝર્વેટિવ) પેની મોરડૌન્ટMP , લોર્ડ પ્રેસિડેન્ટ ઓફ કાઉન્સિલ અને હાઉસ ઓફ કોમન્સના નેતા

(2) પાર્લામેન્ટેરિયન ઓફ ધ યરઃ (લેબર)સર કેર સ્ટાર્મર KCB, KC, MP, વિપક્ષના નેતા

(3) શેડો કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યરઃ લૂઈ હેઈMP, શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ

(4) બેકબેન્ચર ઓફ ધ યરઃ ટોબીઆસ એલ્વૂડMP, ડિફેન્સ સિલેક્ટ કમિટીના ચેરમેન

(5) કન્ઝર્વેટિવ કાઉન્સિલર ઓફ ધ યરઃ કાઉન્સિલર મીના પરમાર, ચેર ઓફ હાઉસિંગ, લંડન બરો ઓફ હેરો

(6) લેબર કાઉન્સિલર ઓફ ધ યરઃ કાઉન્સિલર ઓનકાર સાહોટા, ચેર ઓફ લંડન એસેમ્બલી

(7) એન્ટ્પેપ્રીન્યોર ઓફ ધ યરઃ રિશિ પટેલ, સ્થાપક અને સીઈઓ, ઈન્ટરપોલીટન મની

(8) આર્ટ્સ એવોર્ડઃ નિશા મિશ્રા

(9) ઈન્ટરનેશનલ બિઝનેસ એવોર્ડઃ જે કે મેનન

(10) રેસ્ટોરાં ઓફ ધ યરઃ ઊગુર તાલાહયાન, સીઈઓ, મધુ‘સ ઈસ્તંબુલ

(11) લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડઃ હૈદર જાફર

(12) સ્મોલ બિઝનેસ ઓફ ધ યર એવોર્ડઃ આર્બનોર કારાકુશી

(13) ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યરઃ હુસામ અલરાસામ, ઈરાકી સિંગર

(14) હોટેલ ઓફ ધ યરઃ વિનુ ભટ્ટેસા, સ્થાપક પેન્ડલી મેનોર અને ધ લેન્ડેવિલે

(15) લાઈફટાઈમ એચિવમેન્ટ ઈન મીડિયા એવોર્ડઃ સી.બી. પટેલ, પબ્લિશર અને એડિટર-ઈન-ચીફ,ABPL

(16) સ્પેશિયાલિસ્ટ ફાઈનાન્સ પ્રોવાઈડર ઓફ ધ યરઃ માર્કેટ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter