સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડીમાં કે. આરતી અને યોગેશ બિહાની નામના સાંઈ ભક્તોએ સાંઈ બાબાને આશરે 12 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો બ્રોચ અર્પણ કર્યો છે. આ બ્રોચનું વજન 73.72 ગ્રામ છે. કોતરણી કરેલો બ્રોચ પહેલી ફેબ્રુઆરીએ પૂજાવિધિ બાદ સાંઈ બાબાને સમર્પિત કરવામાં આવ્યો હતો. શ્રી સાંઈ બાબા સંસ્થા વતી મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડીલકરે દાતા પરિવારનું સન્માન કર્યું હતું. સંસ્થાએ આને ભક્તિ અને શ્રદ્ધાનું એક વિશેષ ઉદાહરણ ગણાવ્યું છે.


