સાઉથ એશિયન કોમ્યુનિટીના લોકો નર્સિંગ કારકિર્દીમાં વધુ રસ લેતા થાય તે માટે NHS દ્વારા તેમને પ્રોત્સાહન આપવા નવું રિક્રુટમેન્ટ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. NHS Englandના ‘We Are The NHS’ કેમ્પેઈનનો પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે સાઉથ એશિયન નર્સીસની અભૂતપૂર્વ કામગીરીને બિરદાવવા અને કોમ્યુનિટીના વધુ લોકોને હેલ્થ સર્વિસમાં કારકિર્દી માટે પ્રેરણા આપવાના હેતુસર કેમ્પેઈનમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે. આ કેમ્પેઈનમાં સમગ્ર NHS માં લર્નિંગ ડિસેબિલિટીઝ, મેન્ટલ હેલ્થ, એડલ્ટ એન્ડ ચિલ્ડ્રન્સ નર્સિંગ સહિતના વિવિધ પ્રકારના વિશિષ્ટ કોર્સીસ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નવાં રિક્રુટમેન્ટ કેમ્પેઈનમાં સાઉથ એશિયન નર્સનું ચિત્રણ કરાયું છે જેઓ નર્સિંગના કારણે પેશન્ટ્સ અને ખુદ તેમના પર દરરોજ સકારાત્મક અસરો પેદા થાય છે તે દર્શાવવામાં ગર્વ અનુભવે છે.
ઓક્સલીઝ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ નર્સ તરીકે કાર્યરત પ્રતાપ પરસ્સીડોસે કહ્યું હતું કે,‘ આ ઘણી વળતરદાયી ભૂમિકા છે. મને પેશન્ટ્સ સાથે વાતચીત કરવામાં અને તેમની કોઈ પણ ચિંતા-ફરિયાદ સાંભળવાનું ગમે છે. તમે સર્વશ્રેષ્ઠ સારસંભાળ આપી શકો તેની ચોકસાઈ માટે આ આવશ્યક છે.’ લંડન સાઉથ બેન્ક યુનિવર્સિટી ખાતે નર્સિંગ ડીગ્રી પૂર્ણ કર્યા પછી પ્રતાપ હવે નર્સ કન્સલ્ટન્ટ છે. યુનિવર્સિટી નર્સિંગ કોર્સીસના ઉમેદવારોને સપોર્ટ સિસ્ટમની સુવિધા પ્રાપ્ત થાય છે જે તેમને વ્યક્તિગત સપોર્ટ ઉપરાંત, તબક્કાવાર અરજી પ્રક્રિયામાં મદદરૂપ બને છે. નર્સિંગના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદરૂપ બનવા વાર્ષિક ઓછામાં ઓછાં 5,000 પાઉન્ડની ચૂકવણી પણ મળતી રહે છે.
આ કેમ્પેઈન વર્તમાન 1.2 મિલિયન જેટલા શક્તિશાળી વર્કફોર્સને વધારવાના ધ્યેય સાથે ડીગ્રી કોર્સીસ અને નોકરીઓમાં સીધા પ્રવેશ, બંન્ને માટે અરજીઓની સંખ્યા વધારવાનો હેતુ ધરાવે છે. આ ઉપરાંત, તેઓ ટીવી, સિનેમા, રેડિયો અને બિલબોર્ડ્સ પર જે બહુસાંસ્કૃતિક વિજ્ઞાપનોમાં અકલ્પનીય કામગીરી કરી રહ્યા છે તેના પર પણ પ્રકાશ પાડી શકાશે.
હાલમાં જ NHSE ખાતે ચીફ વર્કફોર્સ ઓફિસર તરીકે નિયુક્ત ડો. નવીના ઈવાન્સે જણાવ્યું હતું કે,‘હું આ નવાં ભરતી અભિયાનને સપોર્ટ કરતા ગર્વ અનુભવું છું. NHS ની સૌથી માટી તાકાત આપણા લોકોની વૈવિધ્યતા છે. યુકેની બહુસાંસ્કૃતિક કોમ્યુનિટીઓ આપણી નેશનલ હેલ્થ સર્વિસની કરોડ-બે્કબોન છે અને તેઓ રોજ જે યોગદાન આપે છે તેની ઉજવણી કરાવી જોઈએ.’
બ્રિટિશ ઈન્ડિયન નર્સિંગ એસોસિયેશનના સ્થાપક અને અધ્યક્ષ મારીમોઉટ્ટોઉએ જણાવ્યું હતું કે‘હું જ્યારે નર્સ તરીકે કામ કરવા ભારતથી યુકે આવી ત્યારે નર્સિંગ વ્યવસાયને અપાતા સન્માનથી મને ભારે આશ્ચર્યસહ ખુશી થઈ હતી. મારી કારકિર્દી દરમિયાન, મને શીખવાની વિવિધ તકનો સપોર્ટ મળ્યો છે જેના થકી દયાળુ અને સમાવેશી નેતા તરીકે વિકસવામાં મને મદદ મળી છે.
વધુ માહિતી માટે ‘Nursing Careers’ની સર્ચ કરી શકો છો અથવા https://www.healthcareers.nhs.uk/we-are-the-nhs/nursing-careers વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.


