લંડનઃ સાન્ડિયા હોલસેલને ઈન્ટરનેશનલ ટ્રેડ કેટેગરીમાં 2026ના વર્ષ માટે કિંગ્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝથી સન્માનિત કરવામાં આવેલ છે. નામદાર કિંગે આ એવોર્ડ માટે પ્રાઈમ મિનિસ્ટરની ભલામણને બહાલી આપી હતી અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સાન્ડેઆ હોલસેલની અભૂતપૂર્વ સિદ્ધિની કદર કરી છે. સાન્ડિયા હોલસેલ માટે આ એવોર્ડ મહાન સીમાચિહ્ન છે.
કિંગ્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ યુકેનું સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ સન્માન છે અને આ સન્માનની યોજના 1965માં આરંભ કરાઈ (જે મૂળભૂતપણે ધ ક્વીન્સ એવોર્ડ ટુ ઈન્ડસ્ટ્રી હતી) ત્યારથી આ શાહી સન્માન પ્રાપ્ત કરનારા 8000થી વધુ એન્ટરપ્રાઈઝીસમાં હવે સાન્ડિયા હોલસેલનો પણ સમાવેશ થયો છે.


