મૂળ પોરબંદરના ભાવપરા ગામના રહેવાસી અને હાલ કોર્બી, નોર્થમ્પટનશાયર,યુકે સ્થાયી થયેલ અશોકભાઈ ઓડેદરાના પુત્ર વીર અને આર્યએ કોરોનાકાળ દરમિયાન પોતાના વતન ભારતને મદદરૂપ થવા સૌ પ્રથમ પોતાના પોકેટમનીનું દાન કર્યું હતું.
હવે તેઓ રોજ ૧૦ માઈલ સાયકલ પ્રવાસ કરી યુકેમાંથી દાન એકઠું કરી રહ્યા છે. તેઓએ કુલ રૂ. ૨ લાખનો ટાર્ગેટ રાખ્યો છે જેમાંથી રૂ ૧૬૧,૦૦૦/- જેટલી રકમનું દાન એકઠું કરેલ છે. પોતાના દેશવાસીઓને મહામારીમાં મદદરૂપ થવાના દસ વર્ષના લિટલ સ્ટાર વીર અને નાના પાંચ વર્ષના ભાઈ આર્યના આ પ્રયાસોને યુકે સ્થિત ભારતીયો પણ બિરદાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે બન્ને બાળકો મૂળ અડવાણાના અને હાલ રાજકોટ નિવાસી હરભમભાઇ મોઢવાડીયાના દોહિત્રો તથા રાણાવાવના ભોરાસર સીમશાળાના શિક્ષક લાખાભાઈ સુંડાવદરાના સાઢુભાઈના પુત્રો છે.