લંડનઃ સિટીબોન્ડ ટ્રાવેલ ટીમના ખાસ સભ્ય અને ડેસ્ટિનેશન એક્સપર્ટ અલ્પાબહેન શાહનું 15 ડિસેમ્બર 2024ના રોજ અવસાન થયું હતું. અલ્પાબહેનના સ્મરણાર્થે સિટીબોન્ડ ટ્રાવેલ ટીમ દ્વારા તેમનાં પરિવારના સહયોગની સાથે 10K Charity Walkનું આયોજન 6 જુલાઈ 2025ના રવિવારે કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ થકી અલ્પાબહેનના દિલની નિકટ રહેલી ચેરિટી મેકમિલન કેન્સર સપોર્ટને સહયોગ આપવામાં આવશે.
અલ્પાબહેન શાહ ખૂબ આદરપાત્ર હોવાં સાથે ઘણા લોકોના પ્રિય મિત્ર પણ હતા. વર્કપ્લેસમાં તેમની હૂંફ, કાળજી અને પોઝિટિવિટીના લીધે ઓફિસમાં ‘મમ’ તરીકે જાણીતાં હતાં. ડેસ્ટિનેશન એક્સપર્ટ હોવાં સાથે અલ્પાબહેન ઉત્સાહી પર્યટક પણ હતાં અને પોતાના ક્લાયન્ટ્સ માટે અવનવી પ્રવાસયાત્રાઓ ગોઠવવામાં આનંદ મેળવતાં હતાં.
સિટીબોન્ડ ટ્રાવેલના મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઈ મહેતાના જણાવ્યા અનુસાર અલ્પાબહેન અસાધારણ હિંમત સાથે પાંચ વર્ષથી કેન્સર સામે ઝીંક ઝીલતાં હતાં. તેમની આંતરિક શક્તિ અને ધીરજથી તેમની આસપાસની લોકોને પ્રેરણા મળતી હતી. મેકમિલન કેન્સર સપોર્ટ ચેરિટી તેમનાં માટે વિશેષ હતી અને સિટીબોન્ડ તેમના વારસાને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. અલ્પાબહેન સમર્પિત માતા, પ્રેમાળ પત્ની, વિશ્વસનીય મિત્ર, મૂલ્યવાન સહકાર્યકર અને અનેક લોકો માટે ભરોસાપાત્ર ટ્રાવેલ એડવાઈઝર હતાં. હિતેશભાઈએ ચેરિટી વોકમાં જોડાવા સહુને અનુરોધ કર્યો હતો.
ડોનેશન માટે અહીં ક્લીક કરશો:
https://www.justgiving.com/page/citibond-travel-alpa-shah?utm_medium=FR&utm_source=CL


