લંડનઃ સોશિયલ મીડિયા પર સુંદર દેખાવાના દબાણને લીધે ઓછામાં ઓછી ૧૩ની વય સહિતની હજારો ટીનેજર્સ છોકરીઓ કોસ્મેટિક સર્જરી કરાવતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ૧૩થી ૧૬ની વય સુધીની છોકરીઓ પૈકીની છ ટકા એટલે કે લગભગ ૧૦૦,૦૦૦થી વધુ છોકરીઓએ સારા દેખાવા માટે કોસ્મેટિક સર્જરી કરાવી હોવાનું જણાવ્યું હતું.
ટીનેજર્સને મદદરૂપ થવા કેમ્પેઈન હાથ ધરનાર સર્વેશન ફોર યુ ઈનસાઈડ આઉટ (UIO) મુજબ દર છમાંથી એક એટલે કે લગભગ ૩૫૦,૦૦૦થી વધુ છોકરીઓએ એન્ટિડિપ્રેસન્ટ લીધું હોવાનું જણાવ્યું હતું. ૧,૨૫૦ ટીનેજર છોકરીઓ અને ૧,૨૫૦ મહિલાઓના સર્વેમાં છમાંથી એકે અંગત જાતીય બાબતો ઓનલાઈન શેર કરી હતી.


