લંડનઃ સુભાષભાઈ વી. ઠકરાર તેમના પરિવાર સાથે બુધવાર, 18 ડિસેમ્બરના દિવસે બકિંગહામ પેલેસ પહોંચ્યા હતા જ્યાં તેમણે આફ્રિકામાં બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં સેવાઓ આપવા બદલ પ્રિન્સેસ રોયલ એનનાં હસ્તે OBE ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.
સુભાષભાઈ ઠકરાર લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ ચેરમેન છે. તેમણે આફ્રિકામાં ટ્રેડ મિશનોની આગેવાની સંભાળી હતી તેમજ વડા પ્રધાનો ટોની બ્લેર, ડેવિડ કેમરન અને બોરિસ જ્હોન્સનના ભારતના મિશનોમાં જોડાયા હતા.
સુભાષભાઈને 2021માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
બકિંગહામ પેલેસમાં તેમની સાથે તેમના પત્ની રેખાબહેન, પુત્ર રવિ, પુત્રી કવિતા અને ગ્રાન્ડડોટર સૂરી પણ સામેલ થયાં હતાં.


