સેક્સ્યુઅલ ગ્રૂમીંગ ગ્રૂપની વંશીયતાની તપાસનો આદેશ

Wednesday 01st August 2018 02:47 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે સેક્યુઅલ ગ્રૂમીંગ ગ્રૂપ્સના વંશીય મૂળની તપાસના આદેશ આપ્યા હતા. ગ્રૂપ સેક્સના ગુનામાં દોષી ઠરેલા લોકો કેમ પાકિસ્તાની મૂળના જ હોય છે તેના વિશે તેઓ જાણવા માગે છે. જાવિદે જણાવ્યું હતું કે ન્યૂકેસલ, ટેલ્ફર્ડ અને રોધરહામ સહિત દેશમાં શું બન્યું તે સમજવા માટે ગુનેગારોની ચોક્કસ લાક્ષણિકતાઓ શોધવાનું ખૂબ મહત્ત્વનું છે.

તેમણે લેબર સાંસદ સારાહ ચેમ્પિયનને પત્ર પાઠવીને તેમની આ યોજના જણાવી હતી. અગાઉ આ મુદ્દાને પ્રકાશમાં લાવવા માટે તેમને ભારે રોષનો સામનો કરવા પડ્યો હતો. ૨૦૧૪માં પ્રથમ બ્રિટિશ પાકિસ્તાની સાંસદ બનેલા જાવિદે વ્હાઈટહોલ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમણે સારાહ ચેમ્પિયનની તરફેણ કરતા જણાવ્યું હતું કે સાંસદોને ધાકધમકી કે કોઈપણ રીતે પરેશાની પહોંચાડ્યા વગર તેમનું કાર્ય કરવા દેવું જોઈએ. સારાને મારું સંપૂર્ણ સમર્થન છે. ગયા ઓગસ્ટમાં સારાહને ટિપ્પણી કરવા બદલ શેડો કેબિનેટમાંથી રાજીનામું આપવાની ફરજ પડાઈ હતી ત્યારે પણ જાવિદે તેમનું સમર્થન કર્યું હતું.

જાવિદે જણાવ્યું હતું કે બાળશોષણ પર મુક્ત અને પ્રામાણિક ચર્ચાની જરૂર છે. ચેમ્પિયન સાંસદોના ક્રોસ પાર્ટી ગ્રૂપના અધ્યક્ષ છે. તેમના મતવિસ્તારોમાં સુયોજિત ગુનાઈત નેટવર્ક દ્વારા તરૂણીઓના શોષણ અને ગ્રૂમીંગના કિસ્સા બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter