'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ યોજાનાર 'આનંદ મેલા'ની સહયોગી સખાવતી સંસ્થા તરીકે જોડાતા સેન્ટ લ્યુક્સ ગૌરવ અનુભવે છે. 'આનંદ મેલા'માં પ્રવેશ માટે લોકો દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ સેન્ટ લ્યુક્સને આપવામાં આવશે. સેન્ટ લ્યુક્સ દ્વારા તેના તમામ સહયોગીઅોને અપીલ કરવામાં આવે છે કે તેઅો 'આનંદ મેલા'માં પધારે ત્યારે સર્વેને જાંબલી રંગના વસ્ત્ર પહેરવા વિનંતી જેનાથી દેખાય કે તેઅો સેન્ટ લ્યુક્સને ટેકો આપે છે. સેન્ટ લ્યુક્સના સ્ટોલની મુલાકાત લેવા સર્વને નમ્ર વિનંતી છે. અમને આનંદ છે કે અમને જોઇતા ભંડોળની રકમમાંથી ૭૦% મદદ સમાજમાંથી મળે છે.
સેન્ટ લ્યુક્સ હોસ્પીસ કેર, પારિવારીક વાત
સેન્ટ લ્યુક્સ હોસ્પીસ અસાધ્ય બીમારીથી પીડાતા વડિલોની સારસંભાળ માટે કામ કરતી ચેરીટી સંસ્થા છે અને બીમાર વડિલો તેમની બીમારી સામે લડી શકે અને તેમનું મનોબળ મજબૂત થાય, તેઅો સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે અને છેલ્લે તેઅો પોતાના મનપસંદ સ્થળે ગૌરવપૂર્ણ રીતે મૃત્યુ પામે તે માટે મદદ કરે છે.
સેન્ટ લ્યુક્સ દ્વારા પોતાની માતાની કઇ રીતે સંભાળ રાખવામાં આવી હતી તે અંગે વાત કરતા ભાવેશ વરસાણી જણાવે છે કે "મારી માતાને કેન્સર છે તેવું નિદાન કરાયું હતું અને અમારા પરિવારને સેન્ટ લ્યુક્સ દ્વારા લગભગ એક વર્ષ સુધી ઘરે અને ઇન પેશન્ટ યુનિટમાં સંભાળ રખાઇ હતી.'
મારી માતાને ડોક્ટર્સ અને નર્સીસ પરત્વે ખૂબજ પ્રેમ હતો. પહેલા જ દિવસથી મમ જ્યારે ત્યાં ગઇ ત્યારે જ તેમણે જાણી લીધ઼ું હતું કે મમને શું ગમે છે અને તે સુખરૂપ રહે તેની કાળજી રાખતા હતા. મમને તો એમજ લાગતું હતું કે ડોક્ટર્સ અને નર્સીસ નહિં પણ તેમના ખુદના પરિવાર દ્વારા જ તેમની સુશ્રુષા કરવામાં આવે છે. તેઅો સારૂ ઇંગ્લીશ જાણતા ન હોવા છતાં ખૂબ જ પ્રેમથી તેમની સાથે વાતો કરતા હતા. તેમ છતાં તેઅો જણાવી શકતા હતા કે તેમને શું જોઇએ છે અને સ્ટાફ પણ તેમની ભાષા સમજતો હતો. તેઅો હંમેશા હસતા ચહેરે સેવા કરવા પ્રતિબધ્ધ છે.
જ્યારે તેને કોઇની જરૂર પડે, ચાહે તે દર્દશામક દવા હોય કે આઇસ ક્રિમ તેને સીધી જ મદદ થતી
હું માનુ છું કે મારા મમ તે હકિકત ને ચાહતા હતા કે સ્ટાફ ખૂબજ વિનયી હતો અને હોસ્પીસ જાણે કે તેમનું ઘર હતું. તેમને એમ લાગતું જ નહોતું કે તેઅો હોસ્પિટલમાં અટવાઇ ગયા હોય. અમને લાગતું હતું કે મમને ઘરે રાખીને સારવાર કરાવવા કરતા હોસ્પીસમાં મૂકીને અમે ખૂબ જ સાચો નિર્ણય લીધો હતો. જ્યારે તેને કોઇની જરૂર પડતી ત્યારે, ચાહે તે દર્દશામક દવાનો બીજો ડોઝ જોઇતો હોય કે આઇસ ક્રિમની જરૂર હોય, તેને સીધી જ મદદ મળી જતી હતી. તે જોે કહે કે તેને ગળવામાં તકલીફ થાય છે તો તેને તાત્કાલિક એવી મદદ કરવામાં આવતી જેથી તેને તકલીફ કે દર્દ અોછું થાય. મમના ભોજનની જરૂરિયાત અંગે પણ હોસ્પિસ પાાસે પુરતી સગવડ હતી.
મમને હોસ્પિસમાં આવ્યાને થોડા દિવસ થયા બાદ તેઅો મને કહેતા હતા કે તું મને ક્યારે કેન્ટન મંદિરે દર્શન કરવા લઇ જઇશ જ્યાં તેઅો ઘણી વખત જતા હતા. મેં આ અંગે સ્ટાફને કહેતા તેમણે તુરંત જ વ્હીલચેરની વ્યવસ્થા કરી દીધી હતી અને હું તેમને દર્શન કરવા લઇ જતા તેઅો ખૂબ જ ખુશ થયા હતા. એવું ભાગ્યે જ બન્યું હતું કે મેં કાંઇ માંગ્યુ હોય અને તે તેમને મળ્યું ન હોય. તેમને હંમેશા દર્દ ન થાય તે રીતે ખૂબ જ આરામદાયક સ્થિતીમાં રખાયા હતા. આ બાબત જ મને આનંદ આપી ગઇ હતી.
મમની સંભાળ અમારા ઘરે
મમને હોસ્પીસમાં લઇ જવાયા તે પૂર્વે લગભગ એક વર્ષ સુધી તેમની ઘરે સંભાળ રખાઇ હતી. અમને હંમેશા હોસ્પિસ તરફથી મમની તબીયત માટે ફોન આવતો, ચાહે તે કોઇ મદદ માટે હોય કે પછી સહકાર માટે હોય. તેમનો અવાજ હંમેશા મિત્રતાપૂર્ણ રહેતો. આવા સહકાર વગર મમને તેમના અંતિમ દિવસોમાં ખૂબ જ ખુશ રાખવા, તેમની તમામ ઇચ્છાઅો પૂર્ણ કરવા અને ઘરે દેહ છોડવાની તેમની અંતિમ ઇચ્છા સાકાર કરવા માટે અમે એટલા મજબૂત બની શક્યા ન હોત.
વધુ માહિતી માટે જુઅો www.stlukes-hospice.org/mela
આનંદ મેળાના સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે.
સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4085.