સ્કૂલોએ સ્ટાફ અને બુક્સનો ખર્ચ વાલી પાસેથી માગ્યો

Wednesday 13th March 2019 03:33 EDT
 

લંડનઃ સરકારી સ્કૂલો દ્વારા સ્ટાફનો પગાર ચૂકવવા, પાઠ્યપુસ્તકો અને અન્ય સાધનો ખરીદવા તેમજ બિલ્ડિંગોનું રિપેરિંગ કરાવવા માટે વાલીઓને દર વર્ષે સેંકડો પાઉન્ડનું ડોનેશન આપવા તાકીદ કરાઈ હતી.

ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાર્થીઓાના પરિવારો પર આધાર રાખતી કોમ્પ્રિહેન્સિવ અને પ્રાઈમરી ગ્રામર સ્કૂલોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક કિસ્સામાં તો દર વર્ષે બાળક દીઠ ૧,૨૦૦ પાઉન્ડ આપવા વાલીને જણાવાયું હતું. અન્ય સ્કૂલો ચોક્કસ રકમ માગતી નથી. પરંતુ, વર્ષે ૧૦૦,૦૦૦ પાઉન્ડ મેળવે છે. કેટલીક સ્કૂલો ખરીદારો તેમની પસંદગીની વસ્તુઓ ખરીદી શકે તે માટે કેમ્પેઈનનું આયોજન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter