એડિનબરાઃ હિન્દુ ઇકોનોમિક ફોરમ (HEF) UK એ ગ્લાસ્ગોની સફળતા પછી 17 જાન્યુઆરી, 2026ના રોજ વિલેજ હોટેલમાં એડિનબરા ચેપ્ટરના ભવ્ય ઉદ્ઘાટન સાથે બીજો ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આર્થિક સશક્તિકરણ, સહયોગ અને સહભાગી સમૃદ્ધિની ઉજવણીના સમારોહમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો, બિઝનેસ અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સ અર્થપૂર્ણ જોડાણો બનાવવા અને યુકે તથા વૈશ્વિક હિન્દુ સમુદાય વચ્ચે આર્થિક સેતુને મજબૂત કરવા માટે એકત્ર થયા હતા. સમારંભમાં HEFની રાષ્ટ્રીય નેતાગીરીની સાથે વિશેષ મહેમાન વક્તાઓ ક્રિસ્ટીન જાર્ડિન MP (એડિનબરા વેસ્ટ) અને સોહિન રાયથાથા (Redsquidના સ્થાપક)ની નોંધપાત્ર ઉપસ્થિતિ હતી.
આ સંગઠને એક જ વર્ષમાં સ્કોટલેન્ડના બે મુખ્ય શહેરોમાં બે કેન્દ્ર સ્થાપ્યાં છે. ડો. રિચા સિંહા (HEF સ્કોટલેન્ડના પ્રેસિડન્ટ) અને ગણેશ શિંદે (જનરલ સેક્રેટરી)ના સહયોગથી એડિનબરા અને ગ્લાસ્ગોને સાંકળતું એકીકૃત પ્લેટફોર્મ બનવાનું શક્ય થયું છે.
આ ઝડપી વિસ્તરણ HEFના વ્યાપક વિકાસને પ્રતિબિંબિત કરે છે. સ્વામી વિજ્ઞાનાનંદજી (વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમના ચેરમેન)ના નેતૃત્વ હેઠળ અને HEF UKની નેતૃત્વ ત્રિપુટી– પ્રેસિડન્ટ અનિલ પુરી, વાઇસ પ્રેસિડન્ટ સુભાષ ઠકરાર OBE અને CEO કે. શંકરના માર્ગદર્શનમાં સંગઠને અસાધારણ વૃદ્ધિ અનુભવી છે. માત્ર બે વર્ષમાં સભ્યપદ ચાર ગણું થયું છે.
ત્રણ દાયકાનો આંતરરાષ્ટ્રીય બિઝનેસ અનુભવ ધરાવતા CEO કે. શંકરે જણાવ્યું હતું કે,‘HEF માત્ર નેટવર્કિંગ ઇવેન્ટ્સનું આયોજન કરતું નથી, અમે બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવીએ છીએ, સભ્યોને ઇન્વેસ્ટર્સ/વેન્ચર કેપિટલિસ્ટ્સ સાથે સાંકળીએ છીએ અને વાસ્તવિક આર્થિક માર્ગો બનાવીએ છીએ, જેથી સમુદાય ઉભો થઈને તેની શક્તિ પ્રદર્શિત કરી શકે.’
જનરલ સેક્રેટરી ગણેશ શિંદેએ એડિનબરા લોન્ચિંગમાં ઉપસ્થિતોનું સ્વાગત કરતા કહ્યું હતું કે એડિનબરામાં આ નવી કોમ્યુનિટી વ્યક્તિગત બિઝનેસ નેતાઓ પર તેમજ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે કેટલી અસર કરી શકે છે. CEO કે. શંકરે એડિનબરા લોન્ચમાં HEFના મહત્વાકાંક્ષી વિકાસ લક્ષ્યો રજૂ કર્યા હતા. તેમણે HEFની પાંચ મુખ્ય સેવાઓ કેવી રીતે ફિલસૂફીને વાસ્તવિક પરિણામોમાં રૂપાંતરિત કરે છે તે સમજાવ્યું હતું.
સોહિન રાયથાથાએ Redsquidની સ્થાપનાની સફર વહેંચી – માર્કેટ ગેપ ઓળખીને બ્રિટનના થોડા B Corporation-પ્રમાણિત મેનેજ્ડ સિક્યોરિટી સર્વિસ પ્રોવાઇડર્સમાંથી એક બનાવ્યું. Redsquid HEF દ્વારા પ્રોત્સાહિત ઉદ્દેશ્ય-આધારિત અને વ્યાપારી સફળ એન્ટરપ્રાઇઝનું પ્રતિનિધિત્વ કરે છે. સાંજના કાર્યક્રમમાં ક્રિસ્ટીન જાર્ડિન MPએ પ્રભાવશાળી સંબોધનમાં રાજકીય આંતરદૃષ્ટિ અને પત્રકારત્વના અનુભવે બિઝનેસ-કેન્દ્રિત શ્રોતાઓને આકર્ષ્યા હતા. Q&A સેશનમાં ઉપસ્થિતોએ ઉદ્યોગોને અસર કરતી સરકારી નીતિઓ, રેગ્યુલેટરી ચેલેન્જીસથી લઈને ટ્રેડ સુવિધા અને બિઝનેસ સપોર્ટ વિશે પ્રશ્નો પૂછ્યા હતા.
સુભાષ ઠકરાર OBE (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન, HEF UK વાઇસ પ્રેસિડન્ટ અને વર્લ્ડ HEFના બોર્ડ મેમ્બર અને CFO)એ UK-ઇન્ડિયા-આફ્રિકા આર્થિક સંબંધોને મજબૂત કરવાના અને UK સરકારના ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકેના અનુભવ થકી સ્કોટલેન્ડના વ્યૂહાત્મક મહત્ત્વને દર્શાવ્યું હતું. HEF UK પ્રેસિડન્ટ અને Purico Ltdના ચેરમેન અનિલ પુરીએ Puricoના વૈશ્વિક ઓપરેશન્સની સફર કરાવી હતી. મુખ્ય કાર્યક્રમના સમાપનમાં ડો. રિચા સિંહાએ એડિનબરા ચેપ્ટરના વ્યૂહાત્મક મહત્ત્વને દર્શાવતો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે આયોજન, ટિકિટવેચાણ અને સોશિયલ મીડિયા પ્રમોશનમાં યોગદાન આપનારા સમિતિના તમામ સભ્યોને હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
HEF વ્યક્તિઓ અને બિઝનેસને આ પરિવર્તનકારી નેટવર્કનો ભાગ બનવા આમંત્રણ આપે છે. સભ્યપદ અથવા વધુ માહિતી માટે [email protected] પર સંપર્ક કરો અથવા HEF Membershipમાં જોડાઓ.


