સ્કોટલેન્ડમાં વિદ્યાર્થીનીઓને ફ્રી સેનિટરી પ્રોડક્ટ્સ

Wednesday 29th August 2018 04:56 EDT
 

લંડનઃ સ્કોટિશ સરકારે શરૂ કરેલી યોજના હેઠળ સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓ મફત સેનિટરી પ્રોડક્ટ્સ મેળવી શકશે. સરકારે ૫.૨ મિલિયન પાઉન્ડના ભંડોળ સાથેની આ યોજના વિશ્વની પ્રથમ હોવાનો દાવો કર્યો હતો.

શિક્ષણ ક્ષેત્રમાં ૩૯૫,૦૦૦ છોકરીઓ અને મહિલાઓમાં ‘પિરિયડ પોવર્ટી’ નો અંત લાવવાનો આ યોજનાનો હેતુ છે. ચેરિટી ‘ફેરશેર’ને પણ ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓને સેનિટરી પ્રોડક્ટ્સ ખરીદવામાં મદદરૂપ થવા માટે ૫૦૦,૦૦૦ પાઉન્ડ અપાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter