લંડનઃ ચેલની હાઈસ્કૂલ ફોર બોયઝના પૂર્વ વિદ્યાર્થી અને લૂટનના ૨૨ વર્ષીય મુબાશીર જમીલે આઈએસ આઈએલની પ્રચાર સામગ્રી ઓનલાઈન વાંચીને શહીદી વહોરવાની ધૂન સવાર થતા યુકેમાં સુસાઈડ હુમલાની યોજના ઘડી હતી.
તેણે ISILના ભરતી કરનારના સ્વાંગમાં આવેલા અંડરકવર પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે "તે પેટ પર સુસાઈડ બોમ્બ બાંધીને તે જ દિવસે વિસ્ફોટ કરે.” જોકે, તેણે સીરિયામાં જેહાદી ગ્રૂપમાં જોડાવાનું પસંદ કર્યું હતું.
જોકે, જમીલે હુમલાની તૈયારીનો ઈનકાર કર્યો હતો. ઓલ્ડ બેઇલી ક્રાઉન કોર્ટના જજ પીટર રુકે તેને છ વર્ષની જેલની સજા કરી હતી. જજે જણાવ્યું હતું કે તેની માનસિક હાલત યોગ્ય ન હોવાથી પહેલા તેને હોસ્પિટલમાં સારવાર અપાશે અને પછી તેને જેલમાં મોકલી અપાશે.

