GCSEના વિદ્યાર્થીઅો માટે યોજાનાર વક્તૃત્વ સ્પર્ધાને સુંદર સહયોગ: તા. ૧૭મી જૂન ૨૦૧૮ રવિવારના રોજ કેનન્સ હાઈસ્કૂલ, એજવેર ખાતે આયોજન

Tuesday 01st May 2018 12:53 EDT
 

ગુજરાત સમાચાર – એશિયન વોઇસ અને માકૃપા ગુજરાતી શાળાના સહયોગથી બ્રિટનભરની ગુજરાતી શાળાઅોમાં અભ્યાસ કરતા અને ૨૦૧૮માં GCSEની ગુજરાતી વિષયની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઅો માટે યોજવામાં આવનાર ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સુંદર સફળતા સાંપડી છે. બ્રિટનના વિવિધ િવસ્તારોમાં ચાલતી ગુજરાતી શાળાઅોના સંગઠન કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સ, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને અન્ય સંસ્થાઅો દ્વારા ચલાવવામાં આવતી ગુજરાતી શાળાઅોના સંચાલકો દ્વારા વક્તૃત્વ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપવામાં આવી છે.

વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન તા. ૧૭મી જૂન ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, એજવેર, HA8 6AN ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧થી ૧૭ વર્ષની વય સુધીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ ‘મારા પિતા, મારી નજરે’ વિષય પર ૫ કે ૭ મિનિટ સુધી બોલવાનું રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ તેમની ગુજરાતી શાળા મારફત પ્રવેશપત્ર ભરવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર (Certificate of Appreciation) આપવામાં આવશે અને પ્રથમ વિજેતાને આઇપેડ અને અન્ય વિજેતાને પ્રોત્સાહક ઇનામો ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઈનામો અંગે પણ વિચારણા ચાલી રહી છે જેમાં આપ સૌ સહયોગ આપી શકો છો. વિજેતા વિદ્યાર્થીની પસંદગી સ્વતંત્ર નિર્ણાયક સમિતિ કરશે. વિજેતાની પસંદગી ભાષાશુદ્ધિ, વ્યાકરણ શુદ્ધિ, સ્વતંત્ર વિચારો, સમયમર્યાદા અને આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

આપના પ્રવેશપત્ર તા. ૩૧-૫-૨૦૧૮ સુધીમાં ગુજરાત સમાચાર કાર્યાલયને મોકલવા વિનંતી છે. આ સ્પર્ધા વિષે વધુ વિગતો જાણવા અને ગુજરાતી ભાષાના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે સહાય કરવા માંગતા હો અથવા સોનેરી સૂચનો રજૂ કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા વિનંતી છે.

ગુજરાતી ભાષાની ગરિમાને જાળવવા અને માતૃભાષા વિષે જાગૃતતા ફેલાવવાના ઇરાદે આગામી નવી ટર્મ દરમિયાન વિવિધ શાળાઅોના સહયોગથી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુને વધુ વિદ્યાર્થીઅો તેમના વિસ્તારોની શાળાઅોમાં ગુજરાતી ભાષાનો અભ્યાસ કરે તેમજ દરેક ઘરમાં ગુજરાતી બોલવામાં આવે તે આશયે ગુજરાત સમાચાર દ્વારા વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવનાર છે.

કલ્પેશ પાંઢી - [email protected] / 0789 49 89 103

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177

કમલ રાવ [email protected] / 07875 229 211


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter