અનુપમ મિશન-યુકેમાં દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી

Wednesday 19th October 2022 05:26 EDT
 
 

અનુપમ મિશન - યુકે દ્વારા આ વર્ષે પ.પૂ. સંત ભગવંત સાહેબજી અને પ.પૂ. શાંતિદાદાની પાવક નિશ્રામાં દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે. લક્ષ્મી પૂજન અને શારદા પૂજન સોમવાર - 24 ઓક્ટોબરે સાંજે 6.00 વાગ્યે શરૂ થશે. નૂતન વર્ષની ઉજવણી બુધવાર - 26 ઓક્ટોબરે થશે. નૂતન વર્ષ આશીર્વાદ અને થાળ ઉત્સવ સવારે 11.00 વાગ્યે થશે. પહેલી અન્નકૂટ આરતી બપોરે 12.00 વાગ્યે જ્યારે છેલ્લી અન્નકૂટ આરતી સાંજે 6.00 વાગ્યે થશે. આ સમય દરમિયાન દર એક કલાકે અન્નકૂટ આરતી થશે.
અનુપમ મિશને સહુ કોઇને મિત્રો અને પરિવારજનો સાથે પ્રકાશના આ પર્વની ઉજવણીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. સમગ્ર ઉજવણી દરમિયાન મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે. દીવાળી ઉજવણીના તમામ કાર્યક્રમો ધ લીઆ, વેસ્ટર્ન એવ, ડેન્હામ, અક્સબ્રિજ - UB9 4NA ખાતે યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter