અવસાન નોંધ: રામુભાઇ મટવાડકરનું નિધન

Tuesday 13th March 2018 13:05 EDT
 
 

દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મટવાડ ગામના વતની અને ઘણાં વર્ષોથી લંડનમાં રહેતા શ્રી રામુભાઇ પટેલ ૯૨ વર્ષની વયે સોમવાર તા. ૧૨મી માર્ચ ૨૦૧૮ના રોજ દેહાવસાન પામ્યા છે.

દાંડી કૂચ વેળાએ દાંડી, કરાડી, આંટ, મટવાડ આદી ગામના શૂરવીર ભાઇ બહેનોએ અવર્ણનીય કુરબાની આપી હતી.

રામુભાઇ તે કોમના સાચેજ એક નર રત્ન સમાન પ્રતિનિધિ હતા. તેમણે ત્રીસેક વર્ષ પહેલા ગુજરાત સમાચારના તંત્રી મંડળમાં પત્રકાર તરીકે ખૂબ જ કિંમતી ફાળો આપ્યો હતો.

સ્વ. રામુભાઇ તેમની પાછળ પત્ની લક્ષ્મીબેન, પુત્ર તેમજ પુત્રી અને પરિવારની લીલી વાડી મૂકી ગયા છે.

પરમકૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને પરમ શાંતિ અર્પે તેવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના.

સંપર્ક: પ્રજ્ઞિલ પટેલ 07940 543 851 અને ઇમેઇલ: patelpragnil@gmail.com




to the free, weekly Gujarat Samachar email newsletter