આનંદ મેળાને સહકાર જાહેર કરતા સેન્ટ લ્યુક્સના વોલંટીયર્સ

Tuesday 12th May 2015 14:20 EDT
 
 

બ્રિટનમાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાયના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે યોજાનારા પાંચમા 'આનંદ મેળા'ના ભવ્ય કાર્યક્રમમાં સેવા આપવા માટે ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સના વોલંટીયર્સ ઉત્સાહિત બની રહ્યા છે.

સેન્ટ લ્યુક્સના વોલંટીયર ચાંદની સેજપાલ શાહે જણાવ્યું હતું કે 'મારા દાદાનું ગયા વર્ષે અચાનક જ નિધન થયું હતું. તેમના અંતિમ દિવસોમાં સેન્ટ લ્યુક્સના અદ્ભૂત સ્ટાફે તેમને ખૂબજ ગૌરવપૂર્ણ અને માન સન્માન સાથે સારવાર-સુશ્રુષા આપી હતી. તેમણે દાદાજીના જીવનની ગુણવત્તામાં બદલાવ લાવ્યો હતો. અમારો પરિવાર અને હું સેન્ટ લ્યુક્સના ખૂબજ આભારી છીએ જેમણે દાદાજી સાથે અમે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકીએ તેવી સુંદર સારવાર કરી બદલાવ લાવ્યા હતા. સેન્ટ લ્યુક્સ ખરેખર સવિશેષ છે અને તેમના દરેક સ્ટાફ મેમ્બર અને વોલંટીયર્સ સારવાર માટે દાખલ થતી વ્યક્તિના જીવન પર હકારાત્મક અસર અને બદલાવ લાવે છે.

સરકારી અધિકારી તરીકે કામ કરતાં ચાંદની શાહ છેક નવેમ્બર ૨૦૧૧થી વોલંટીયરીંગ કરે છે. તેઅો રીસેપ્શન ટીમને સહાય કરે છે અને સંસ્થા માટે 'મીડનાઇટ વોક' અને સમુદાયમાં ફંડ રેઇઝીંગનું કામ પણ કરે છે.

ચાંદનીબેને જણાવ્યું હતું કે સેન્ટ લ્યુક્સ દ્વારા જે રીતે મફત સેવા સુશ્રુષા આપવામાં આવે છે તેની જાણકારી 'આનંદ મેળા'ના માધ્યમથી સમાજના લોકોને આપવાનું બહુ અગત્યનું છે. વોલંટીયરીંગ, દાન આપવા અને વિવિધ ફંડ રેઇઝીંગ કાર્યક્રમોમાં સમુદાયના લોકો વધુ મોટી સંખ્યામાં જોડાય તે માટે તેમને ઉત્તેજન આપવાનું ગમે છે. દર વર્ષે હું સંસ્થાની 'મિડનાઇટ વોક'ના કાર્યક્રમમાં જોડાઉ છું જેમાં ૧૫૦૦ મહિલાઅો જોડાય છે અને અમે ૩૦૦ વોલંટીયર્સ સાથ આપીએ છીએ. આ વર્ષે 'મિડનાઇટ વોક' કાર્યક્રમ તા. ૨૬મી જૂનના રોજ યોજાનાર છે અને જેમને ભાગ લેવો હોય તેમણે વેબસાઇટ www.stlukes-hospice.org/midnightwalk પર સંપર્ક કરવા વિનંતી છે.

ચાંદની શાહે જણાવ્યું હતું કે 'હું વોલંટીયરીંગ કરવા માટે સૌને ભલામણ કરૂં છું. કારણ કે તેનાથી નવી યોગ્યતા પ્રાપ્ત થાય છે અને અને તમારો આત્મવિશ્વાસ પણ વધે છે. તેનાથી એકતાની ભાવના તો કેળવાય જ છે સાથે વિવિધ સમુદાયના અલગ અલગ પ્રકારના લોકોને મળવાની તક પણ મળે છે. મેં ગત નવેમ્બર માસમાં 'પેશન્ટ કેર વોલંટીયર' બનવાનું પણ નક્કી કર્યું હતું. હું સેન્ટ લ્યુક્સને એટલા માટે સહકાર આપું છું કેમ કે મારે પણ સમાજને કાંઇક પરત કરવું છે.

જો આપને પણ સેન્ટ લ્યુક્સના વોલંટીયર્સ બનવું હોય અને તમારો સમય કઇ રીતે કોઇના જીવનમાં ભેદભાવ લાવે છે તે જાણવા માટે આનંદ મેળામાં સેન્ટ લ્યુક્સના સ્ટોલની મુલાકાત લેવી જ રહી. આપ જો જાંબલી કલરના વસ્ત્ર પહેરીને આવશો તો અમને ખૂબજ આનંદ થશે. વધુ માહિતી માટે આપ વેબસાઇટ www.stlukes-hospice.org/volunteer પર અથવા તો ફોન 020 8382 8000 કરીને માહિતી મેળવી શકો છો. અત્યારે હાલ સેન્ટ લ્યુક્સ હોસ્પીસને હેચ એન્ડ સહિત અન્ય ચેરીટી શોપમાં મદદ કરી શકે તેવા વોલંટીયર્સની જરૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસના આ ભવ્ય અને મનોરંજનથી ભરપૂર 'આનંદ મેળા'માં ઘરે રહીને કે પછી દુકાન દ્વારા સાડી-જવેલરી, શણગાર, મહેંદી અથવા ચટપટા નાસ્તા કે ઘર સજાવટની વસ્તુઅોનો બીઝનેસ કરતા ભાઇબહેનો માટે વેપારની વિશિષ્ઠ તક મળશે. આટલું જ નહિં આ 'આનંદ મેળા'માં સ્ટોલ કરીને વધારાની કમાણીની સાથે વેપારની જાહેરાત કરવાની શ્રેષ્ઠ તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦ જેટલા લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

'આનંદ મેળા'માં બ્યુટી અને વેડીંગ, ટ્રાવેલ અને ટૂરીઝમ, આરોગ્ય, જ્વેલરી, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅો અને પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોલનો લાભ મળશે અને વ્યાજબી ભાવે આપ વિવિધ સેવાઅો મેળવી શકશો. 'આનંદ મેળા'નું મુખ્ય આકર્ષણ ખાણી પીણીના સ્ટોલ્સ છે. જ્યાંથી આપ સૌ પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાણીપુરી અને ચાટ્સ, દાબેલી, ફરસાણ, પાઉંભાજી વગેરેની મોજ માણી શકશો. 'આનંદ મેલા'માં પ્રવેશ માટે આપના દ્વારા ખરીદવામાં આવેલી વ્યક્તિ દિઠ £૨-૫૦ની ટિકીટની તમામ રકમ સેન્ટ લ્યુક્સને આપવામાં આવશે. ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે. સ્ટોલ ખૂબ જ ઝડપથી બુક થઇ રહ્યા હોવાથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ સંપર્ક કરવા વિનંતી છે.

સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4085.

૦૦૦૦

ડો. મિતેશ બદિયાણીને ૨૦૧૫નો નેશનલ ડેન્ટીસ્ટ એવોર્ડ મળ્યો

બર્મિંગહામના હિલ્ટન, મેટ્રોપોલ NEC ખાતે ૧૭ એપ્રિલ, શુક્રવારે ડેન્ટલ એવોર્ડ સમારોહનું ભવ્ય ગાલા ડિનર યોજાયું હતું. જેમાં "ડેવોન ડેન્ટલ સેન્ટર અોફ એક્સેલન્સ"ના ડો. મિતેશ બદિયાણીને નેશનલ ડેન્ટીસ્ટ અોફ ધ યર ૨૦૧૫નો એવોર્ડ એનાયત કરાયો હતો. એશબર્ટન ખાતે ડેન્ટલ સર્જરી ધરાવતા ડો. બદિયાણી "ડેન્ટીસ્ટ અોફ ધ યર સાઉથ ૨૦૧૫" તરીકે જાહેર કરાયા બાદ "નેશનલ ડેન્ટીસ્ટ અોફ ધ યર ૨૦૧૫"ના રાષ્ટ્રીયસ્તરના એવોર્ડ વિજેતા તરીકે સન્માનિત કરાયા હતા. ડો. મિતેશભાઇ વેમ્બલીસ્થિત શ્રી જગદીશભાઇ બદિયાણીના સુપુત્ર થાય છે.

00000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter