આનંદ મેળામાં આવો અને દિલ્હી અોન ગોની સ્વાદિષ્ટ અને અવનવી વાનગીઅોની મોજ માણો

Tuesday 30th May 2017 13:56 EDT
 

આનંદ મેળો એટલે મન મૂકીને મેળાપ કરવાનું સ્થળ. ખાણી-પીણી અને મોજમજા કરવાનું સ્થળ, બધી ચિંતા અને પળોજણ મૂકીને નિરાંતે મહાલવાનું આદર્શ સ્થળ. ગુજરાતના જાણીતા કવિ શ્રી ભાગ્યેશ જહાના શબ્દોમાં કહીએ તો "તન ભળી ગયું ટોળામાં… મન મળી ગયું મેળામાં!” સરકારી આંકડાઅો મુજબ ગુજરાતમાં ૧ વર્ષમાં કુલ ૧,૫૨૧ મેળાઓ થાય છે! એટલે કે રોજના ચાર મેળા. પરંતુ બ્રિટનમાં ગણ્યા ગાંઠ્યા મેળાઅો થાય છે અને તેમાં સૌથી પહેલા નંબરે આવે છે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા દર વર્ષે થતો આનંદ મેળો.

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે.

આ વખતે મેળાનું એક મજા પડે તેવું આકર્ષણ છે ખાણી-પીણી. જી હા આ વર્ષે સાઉથ લંડનની વિખ્યાત કેટરીંગ કંપની "દિલ્હી અોન ધ ગો" દ્વારા અસ્સલ પારંપરિક અને સ્વાદિષ્ટ ભારતીય વાનગીઅો અને વ્યંજનોનો રસથાળ પિરસવામાં આવશે. સંચાલકો વસોના રાજેશભાઇ પટેલ અને કરાડી (નવસારી)ના હિતેશભાઇ પટેલ અને શેફ નિક શર્મા દ્વારા મેળામાં આવતા રસીયાઅો માટે વિશેષ તૈયારીઅો કરવામાં આવી છે અને સૌના સમક્ષ રસથાળ પિરસવામાં આવશે.

"દિલ્હી અોન ધ ગો"ના વિખ્યાત શેફ નિક શર્મા દ્વારા આનંદ મેળા માટે ચના મસાલા, શાહી પનીર, તરકા દાલ, રાઇસ, રોટી, પાવ ભાજી, વડા પાવ, ફરસાણમાં સમોસા, મેથી ગોટા, મસાલા મોગો, પાપડીનો લોટ, ચાટમાં ભેલપુરી, આલુ ટીક્કી ચાટ અને આપણો મનપસંદ પાપડીના લોટની પસંદગી ખાસ આપ સૌના સ્વાદને લક્ષમાં રહીને કરવામાં આવી છે. મિઠાઇમાં ગુલાબ જાંબુ, ફાલુદો અને આઇસ ક્રિમ મોઢુ મીઠુ કરાવશે અને વિવિધ પ્રકારના સોફટ ડ્રિંક્સ અને પીણાં આપણી તરસ છિપાવશે.

દોસ્તો, ગુજરાત સમાચારના સદસ્યો દ્વારા આ બધી વાનગીઅોનો આસ્વાદ માણવામાં આવ્યો છે અને અમે મેળામાં આવતા આપ સૌ માટે ખાસ આ વ્યંજનો - ફરસાણની પસંદગી કરી છે. છેલ્લા ૧૬ વર્ષથી યુકેના લોકોને પોતાના સ્વાદનો ચટાકો કરાવનાર શેફ નિક શર્મા પોતે ખાસ ઉપસ્થિત રહેશે અને આપ સૌના સ્વાદની કાળજી લેશે. ITVના શોમાં એક્ઝીક્યુીવ શેફ તરીકે ઉપસ્થિત રહેલા નિક શર્મા આ ક્ષેત્રનો વિશાળ અનુભવ ધરાવે છે. દિલ્હી અોન ગો દ્વારા વિવિધ પ્રસંગો માટે કેટરીંગ સેવા પણ આપવામાં આવે છે. ફાઇવ સ્ટાર હાઇજીન રેટીંગ ધરાવતા દિલ્હી અોન ગોના સો કરતા વધારે અને અવનવા વ્યંજનોની મોજ માણવા તેમની વેબસાઇટ www.delhionthego.co.ukની એક વખત મુલાકાત લેવી જ રહી. સાઉથ લંડનના ટૂટીંગ, બાલમ, ફૂલહામ, ચેલ્સી, પટની, મર્ટન, ક્લેફામ, વિમ્બલડન, અર્લ્સફીલ્ડ, વોન્ડ્ઝવર્થ અને સાઉથ ફિલ્ડ્સ વિસ્તારમાં ઉબર, અેમઝોન, હંગ્રી હાઉસ, ડીલીવરૂ, જસ્ટ ઇટ દ્વારા ઘરે ઘરે મનભાવન વાનગીઅોની ડીલીવરી કરતા દિલ્હી અોન ગો દ્વારાૉ રોજના ૬૦૦ જેટલી ફૂડ ડીલીવરી કરવામાં આવે છે.

આનંદ મેળામાં દર વર્ષે ઉભરતી પ્રતિભાઅોને તેમની કલા બતાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જો આપ આનંદ મેળામાં ગીત-સંગીત કે અન્ય કોઇ કલા - કરતબ રજૂ કરવા માંગતા હો તો આજે જ કમલ રાવનો ઇમેઇલ [email protected] અથવા ફોન 07875 229 211 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક: આનંદ મેળો

આનંદ મેળો પ્રતિ વર્ષ નાના મોટા વેપારીઅોનો, ઘરેથી નાનકડો વેપાર કરતા એન્ટ્રપ્રેન્યોર્સને તેમના વેપારના પ્રસાર અને માર્કેટીંગ માટે પ્રોત્સાહન આપે છે. જો તમે પણ શણગાર, મહેંદી, ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅો, સાડી-જવેલરી, કપડા, પેક ફરસાણ, નાસ્તા વગેરેનો વેપાર કરતા હો તો આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને તમે નવા ગ્રાહકો તો મેળવશો જ સાથે સાથે વેપારની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળામાં ઉપસ્થિત રહેતા વિશાળ સમુદાય સુધી આપ પહોંચી શકશો. સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા આનંદ મેળામાં હવે થોડાક જ સ્ટોલ બાકી રહ્યા છે તેથી આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ ફોન કરો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે હમણાં જ ફોન કરો 020 7749 4080.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter