સામાજીક, સંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઅોનું આનંદ મેળાના મંચ પર સન્માન કરાશે

આનંદ મેળામાં પધારવા વિવિધ સંસ્થાઅો અને સદસ્્યોને ભાવભર્યું નિમંત્રણ

Tuesday 22nd May 2018 11:57 EDT
 
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાનાર આનંદ મેળામાં પધારવા માટે લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને આજુબાજુના નગરોની સામાજીક, સંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઅોના સદસ્યો અને અગ્રણીઅોને પધારવા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમે આવી સંસ્થાઅોનું તેમની સુંદર કામગીરી બદલ આનંદ મેળાના મંચ પર સન્માન કરવા માંગીએ છીએ.

સતત આઠમા વર્ષે યોજાનારો આનંદ મેળો આબાલવૃધ્ધ સૌ કોઇના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે અને મનોરંજન, ખાણીપીણી, શોપીંગ, એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૮ અને આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' નો વિનામુલ્યે લાભ મળશે.

સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોનું સન્માન

હંમેશા આપણા સમુદાય અને સામાજીક, ધાર્મક અને સાંસ્કૃતિક સંસ્થાઅોને યથાયોગ્ય મદદ કરવાની ભાવના ધરાવતા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા આ વર્ષે પોતાના સભ્યો અને આપણા સમાજ માટે વિશેષ કામગીરી કરતી સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોનું સન્માન કરવા માટે અમે તત્પર છીએ. આ માટે સર્વે સંસ્થાઅોના અગ્રણીઅોને અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી કરીએ છીએ. જેથી આપની સંસ્થાની સરાહના અને સન્માન અમે આનંદ મેળાના મંચ પરથી કરી શકીએ.

દર વર્ષે લંડન તેમજ નજીકના નગરોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક, સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઅોના મેમ્બર્સ મોટી સંખ્યામાં કોચ લઇને આનંદ મેળામાં પધારે છે. આ વર્ષે પણ કેટલાક સંગઠનો તેમના મેમ્બર્સને લઇને આનંદ મેળામાં આવનાર છે. જો આપ પણ આનંદ મેળામાં કોચ લઇને કે અન્ય વાહનો મારફતે આવવા માંગતા હો તો અમે આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરતા આનંદ અનુભવીશું. જો તમે અમને અગાઉથી જાણ કરશો તો અમે આપના સદસ્યો અને આપ સૌ માટે જરૂરી વ્યવસ્થા કરી શકીશું.

નિરાશ ન થવા આજે જ સ્ટોલ બુક કરાવો

આનંદ મેળાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર પ્રતિભાવ સાંપડી રહ્યો છે અને હવે ખૂબ જ જૂજ સ્ટોલ બાકી રહ્યા છે. જો તમે નાનો - મોટો વેપાર કરતા વેપારસાહસિકો હો તો આપના વેપારના વિકાસ માટે આનંદ મેળા સર્વશ્રેષ્ઠ સ્થળ સાબીત થયું છે. આનંદ મેળામાં વેપારના પ્રસાર અને માર્કેટીંગ માટે પ્રોત્સાહન તો મળે જ છે સાથે સાથે તમારી કંપનીનું બ્રાન્ડીંગ પણ થાય છે, તમારી અોળખ સેંકડો લોકો સુધી પહોંચે છે. ઘર સજાવટની વસ્તુઅો, સાડી-ડ્રેસ, ચણીયા ચોળી, સ્ત્રી-પુરૂષો માટે વેડીંગ કોસ્ચ્યુમ, જ્વેલરી, મહેંદી, કપડા, પેક ફરસાણ, નાસ્તા, મેરેજ બ્યુરો, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ-બેન્કિંગ અને ઇન્સ્યુરંશ સહિત વિવિધ ક્ષેત્રના લોકો માટે આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ દ્વારા નવા ગ્રાહકો તો મળશે જ સાથે બિઝનેસની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. આનંદ મેળામાં ખૂબજ અોછા સ્ટોલ હવે બાકી રહ્યા છે અને નિરાશ ન થવું પડે તે માટે આજે જ આપનો સ્ટોલ બુક કરાવવા ફોન કરો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે હમણાં જ ફોન કરો 020 7749 4080.

આનંદ મેળાના કો સ્પોન્સરર તરીખે બેન્ક અોફ બરોડા છે. બેન્ક અોફ બરોડા યુકેમાં બચત અને કરન્ટ એકાઉન્ટ્સ, ટર્મ ડિપોઝિટ્સ, રેમિટન્સ, એસએમઇ અને કોર્પોરેટ બૅન્કિંગ સર્વિસીસ, ઈન્ટરનેટ બેન્કિંગ, કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ અને અન્ય બૅન્કિંગ સર્વિસીસ સહિતની નાણાકીય પ્રોડક્ટ્સ અને સેવાઓની વિશાળ શ્રેણી આપે છે.

એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૮

મોદી સરકારના વિવિધ સુધારાને પગલે હવે ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં તેજી આવે તેવી શક્યતાઅો જણાઇ રહી છે. વતનમાં આપનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે આ વર્ષે આનંદ મેળામાં 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ગુજરાત, મુંબઇ, પુણે, બેંગ્લોર સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર તરફથી ફ્લેટ, પેન્ટ હાઉસ, હાઉસ, વિલા, પ્લોટ સહિત વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં વિવિધ સ્ટોલ્સ પરથી રહેવા માટેની તેમજ રોકાણ માટેની પ્રોપર્ટીઝ અંગે એસેટ ઇન્ડિયાના ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવા અને સલાહનો લાભ મળશે. આપ જો પ્રોપર્ટી માટે લોન લેવા માંગતા હશો તો તે અંગેની સલાહ પણ મળશે.

આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'

આપનું સૌનું આરોગ્ય સચવાઇ રહે તે આશયે Meditouriaના સહયોગથી 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું આયોજન કરાયું છે. ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોની સુવિખ્યાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ અને વિવિધ પ્રકારની આરોગ્ય સેવા આપતા સેન્ટરના નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આપની શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. Meditouria યુકેની અગ્રણી હોસ્પિટલો અને હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડર્સ સાથે સંપર્ક ધરાવે છે અને સ્થાનિક તબીબો સાથે કાર્ય કરી સેવા આપે છે. વધુ માહિતી માટે જુઅો વેબસાઇટ www.meditouria.com ની વિઝીટ કરો.

વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવનો ઇમેઇલ [email protected] / 07875 229 211.

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177.

કિશોરભાઇ પરમાર [email protected] / 07875 229 088.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter