આપણી સંસ્થાઅોની સફળતાની ગાથા રજૂ કરતો વિશેષાંક : 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી'

Tuesday 27th March 2018 12:36 EDT
 

આપણી ધાર્મિક અને સામાજીક જરૂરીયાતો તેમજ કલા-સાહિત્ય-સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે આપણા વડિલો દ્વારા મહામહેનતે તૈયાર કરાયેલી વિવિધ સામાજીક, ધાર્મિક અને સખાવતી સંસ્થાઅોના ઝળહળતા ઇતિહાસ અને સફળતાની સરાહના કરતો વિશેષાંક 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' આગામી એપ્રિલ માસમાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના માનવંતા વાચક મિત્રો સમક્ષ સાદર રજૂ થનાર છે.

આફ્રિકાથી અત્રે આવી સ્થાયી થયેલ આપણા સમાજના બુધ્ધિકુશળ કાર્યકરોએ યુવાપેઢીના ઉજ્જવળ ભવિષ્યને લક્ષ્યમાં લઇને લંડન સહિત યુ.કે.ભરના વિવિધ શહેરો, નગરોમાં નાની-મોટી સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાહિત્ય-કલાને લગતી અનેક સંસ્થાઓની સ્થાપના કરી સક્રિય બનાવી છે. આમાની ઘણી બધી સંસ્થાઓ આજે વટવૃક્ષ બની અનેકવિધ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, ઉત્સવો, ધર્મકથાઓ, નૃત્યકલા-સંગીત જેવા વિધવિધક્ષેત્રે ખૂબ કાર્યરત છે. અત્રે જન્મી, ઉછરીને તૈયાર થયેલી આપણી યુવાપેઢી આપણો સંસ્કાર વારસો, આપણી સામાજિક, ધાર્મિક પરંપરાથી વંચિત ના રહી જાય એટલે અમે આપણી સક્રિય સંસ્થાઓ વિષયક માહિતી રજૂ કરતો અંગ્રેજી વિશેષાંક "Our Community Organisation” પ્રસિધ્ધ કરવા કટિબધ્ધ બન્યા છીએ. જેથી આપણી યુવાપેઢી આ તમામ સંસ્થાઓના હેતુ-ધ્યેય વિષે માહિતગાર થઇ શકે અને સંસ્થાઓમાં સક્રિય થઇ રસ લેતા થાય.

આપણી સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આ દેશમાં મજબૂત બનાવવા અને આપણા સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાઓની જાળવણી માટે આપણી ધાર્મિક, સખાવતી અને સામાજીક સંસ્થાઅોએ ખૂબજ મહેનત કરી છે. આજે આ દેશના દરેક ક્ષેત્રે આપણા સમાજના લોકોની વાહવાહ થઇ રહી છે તે માટે આપણા વડિલો અને સામાજીક અગ્રણીઅોએ ઉઠાવેલી મહેનત જવાબદાર છે.

આપણી ધાર્મિક, સામાજીક અને સાંસ્કૃતિક સંસ્થાઅો વિષે સૌ સુજ્ઞ વાચક મિત્રોને માહિતી મળે અને આ સંસ્થાઅોની સેવાકીય પ્રવૃત્તીઅોનો લાભ સૌને મળે તે આશયે 'કોમ્યુનિટી અોર્ગેનાઇઝેશન્સ …એટ ધ હાર્ટ અોફ ધ સોસાયટી' વિશેષાંક પ્રસિધ્ધ થનાર છે. દેશમાં કાર્યરત વિવિધ સંસ્થાઅોની સેવાકીય પ્રવૃત્તી, ઇતિહાસ, પ્રગતિની મહત્વપૂર્ણ અને તસવીરસહ માહિતીનો આ વિશેષાંકમાં સમાવેશ કરવામાં આવશે. આજ રીતે નોંધપાત્ર ધાર્મિક – સામાજીક અને સખાવતી સંસ્થાઅોના સફળતા, તેના પાયાના પથ્થર સમાન અગ્રણીઅો વિષે રસપ્રદ માહિતી અને વિશિષ્ટ મુલાકાતો રજૂ કરાશે.

આપણી ધાર્મિક, સામાજીક અને સખાવતી સંસ્થાઓ, તેના સ્થાપકો અને સભ્યોની અવર્ણનીય સેવાઓની માહિતી, તેમના ઇતિહાસ, હેતુ અને પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવશે. એ-ફોર સાઇઝના ગ્લોસી પેપર પર પ્રસિધ્ધ થનાર આ વિશેષ મેગેઝિન માટે આપ સૌનો સહયોગ ખૂબજ મહત્વપૂર્ણ છે. અમે વિવિધ સમુદાય અને સંગઠનોની માહિતી રજૂ કરવા પ્રયત્નશીલ છીએ અને આપને પણ પોતાનું મૂલ્યવાન યોગદાન આપવા નમ્ર વિનંતી છે.

અમને અત્યાર સુધીમાં લેસ્ટર, બર્મિંગહામ, નોર્થ ઇંગ્લેન્ડ, લંડન સહિત અન્ય શહેરોની વિવિધ ધાર્મિક સામાજીક સંસ્થોઅો તરફથી વિપુલ પ્રમાણમાં માહિતી મળી છે અને આ સંસ્થાઅોની જાણવા જેવી વિગતવાર માહિતીનો સમાવેશ કરવામાં આવશે.

જો આપ પણ આ અનન્ય અને સ્મૃતિચિહ્ન સમાન બની રહેનાર વિશેષાંકમાં આપની સંસ્થાની માહિતી, ઇતિહાસ કે દાન માટેની અપીલ, જાહેરાત કે અન્ય માહિતી પ્રસિધ્ધ કરવા માંગતા હો તો આજે જ અમને ફોન, ઇમેઇલ કે ફેક્સ દ્વારા મોકલી આપો.

વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરો: કોકિલાબેન પટેલ 07875 229 177 ઇમેઇલ [email protected] અથવા કમલ રાવ 07875 229 211 ઇમેઇલ [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter